Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઉત્તરાયણમાં ધાબુ ભાડે રાખવાનો ટ્રેન્ડઃ મંદી અને ભાવમાં વધારો પણ અમદાવાદીઓ ડગ્યા નહીં

kite flying festival
, શુક્રવાર, 10 જાન્યુઆરી 2020 (12:54 IST)
અમદાવાદ શહેરની પોળોમાં ઉત્તરાયણનો માહોલ જ કંઇક ઓર હોય છે. પોળોમાં ઉત્તરાયણ માણવાનો અમદાવાદીઓમાં જાણે એક ટ્રેન્ડ જામ્યો છે. પતંગરસિયાઓ માટે પોળનાં ધાબા હોટ ફેવરિટ બન્યાં છે. કેટલાક પતંગ રસિયાઓએ તો ઉત્તરાયણમાં પોળમાં ધાબુ ભાડે જોઇએ તો તેવી જાહેરાત આપીને મનગમતા ધાબાઓની પસંદગી કરી છે. બે દિવસનું ભાડું રૂ.15-20 હજાર હતું, જે આ વર્ષે વધીને 25 હજાર થયું છે. પતંગરસિયાઓ આટલુ ભાડુ ચૂકવીને પણ પોળની ઉત્તરાયણ માણવા આતુર બન્યા છે. ચાલુ વર્ષે ખાડિયા અને પોળ વિસ્તારમાં ધાબાની ડિમાન્ડ વધી છે. ગત વર્ષ કરતા આ વખતે ડિમાન્ડ સાથે ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. ગત વર્ષે 200થી 250 ધાબાનું બુકીંગ થયુ હતું. પરંતુ આ વખતે જાન્યુઆરીની શરૂઆતથી જ ધાબાનું બુકીંગ થઇ ગયું છે. ગત વર્ષે નાના ધાબાના 5 હજાર અને મોટા ધાબાના 10 હજાર ભાડા હતા. પરંતુ આ વખતે ડિમાન્ડ વધતા ભાડામાં વધારો થયો છે. 15 હજારના 20 હજાર કરાયા છે. ઉત્તરાયણ પર્વ પર બહાર ગામથી લોકો અહીં આવે છે. જેના પગલે અહીં સ્થાનિક રોજગારી પણ વધે છે. આ વર્ષે ધાબાના ભાડામાં પાંચથી સાત હજારનો વધારો થયો છે. આટલું ભાડું હોવા છતાંય ધાબા ભાડે મળતાં નથી. ધાબાંના માલિકો જાતે જ કેટરિંગ સર્વિસ સાથેના પેકેજ પૂરાં પાડે છે, જેમાં સવારનો બ્રેકફાસ્ટ, લન્ચ અને હાઈ-ટીનો સમાવેશ થાય છે.પતંગરસિકો આ તહેવાર એક જ ધાબા પર પરિવારજનો અને મિત્રો સાથે ઊજવવા માગતા હોય છે. આ સાથે જ અનેક રસિકો હેરિટેજ સિટીની પોળમાં ઉત્તરાયણની મજા લેવા માગતા હોય છે તેવા રસિકો માટે ખાડિયામાં મકાન માલિક પતંગરસિકોને ધાબા રેન્ટ પર આપી રહ્યા છે.  
 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Boycott NRC CAA- ગુજરાતના આ ધારાસભ્ય લોહીથી લખેલું પોસ્ટર લઈને પહોંચ્યા વિધાનસભા