baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Khodaldham - ગુજરાતનું રાજકારણ ગરમાયું

Khodaldham Naresh Patel- ગુજરાતનું રાજકારણ ગરમાયું
, રવિવાર, 14 નવેમ્બર 2021 (16:00 IST)
આગામી વિધાનસભા ચૂંટણીને લઇ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે.  તેઓએ ચૂંટણીને લઇ કહ્યું કે હજુ તો આપણે 2021માં છીએ. એટલે યોગ્ય સમયે હું આનો જવાબ આપીશ. દરેક પાર્ટી એનું કામ કરે છે સમાાજ એનુ કામ કરે છે.  
 
સૌરાષ્ટ્રના જસદણમાં પાટીદાર સમાજ એક મંચ થયો હતો. સામાજિક એક્યના ભાવ અને સમાજ ઉથ્થાનના સાથે નવી પેઢીમાં ગણતર સાથે ભણતરનો ભાવ પ્રકટે તેવી જ્યોત  માટે પાટીદાર સમાજ વરસોથી મહેનત કરી રહ્યો છે. જસદણમાં સમાજના વરિષ્ઠ આગેવાનો મંચસ્થ થયા હતા. ખોડલધામ મંદિરના ટ્રસ્ટી નરેશ પટેલએ મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, આગામી ચૂંટણીમાં પાટીદાર સમાજ કોની સાથે છે તે સમય બતાવશે. પાટીદાર યુવકોના આંદોલન વેળાની વાતને યાદ કરતા તેઓએ કહ્યું કે, પાટીદારો પર કરવામાં આવેલા કેસો હજુ સુધી   પરત ખેંચવામાં આવ્યા નથી અને તમામ   કેસો પરત ખેંચવામાં આવે તે માટે સરકારમાં રજુઆત કરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહારાષ્ટ્રથી પરત ફર્યા એક જ પરિવારના પાંચ સભ્ય કોરોના વાયરસથી સંક્રમિત મળ્યા