ખેડૂતોને મગફળીના પુરતા ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવે છે. જેમાં આ વર્ષે જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે કુલ ૩૩૦૪૩ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં આજે લાભપાંચમથી માર્કેટીંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે તા.૧ થી ૩૧ ઓક્ટોબર સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં કુલ ૩૩૦૪૩ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યા છે. જૂનાગઢ જિલ્લાના તાલુકા કક્ષાના ૯ સેન્ટરો પર આજે લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે.
આજે લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઇ છે. જેમાં પ્રથમ દિવસે ૧૦ ખેડૂતોને એસ.એમ.એસ થી જાણ કરી ખરીદી માટે બોલાવ્યા છે. તાલુકા કક્ષાના માર્કેટીંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી થતી હોવાથી ખેડૂતોના ભાડા ખર્ચમાં પણ ઘટાડો થશે અને ટેકાના ભાવે મગફળી મણના રૂ.૧,૧૧૦નો ભાવ મળી રહ્યા છે. આથી ખેડૂતો ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા પોતાની મગફળી લાવી રહ્યા છે.