Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

સુરતમાં માતાએ રાત્રે 13 મહિનાના દીકરાને દૂધ પીવડાવી સુવડાવ્યો પણ સવારે ઊઠ્યો નહીં

In Surat, mother breastfed her 13-month-old son at night but did not wake up in the morning
, ગુરુવાર, 18 જાન્યુઆરી 2024 (14:05 IST)
In Surat, mother breastfed her 13-month-old son at night but did not wake up in the morning
સુરતના ભેસ્તાન આવાસમાં એક બાળકના મોત બાદ ઉધનામાં વધુ એક બાળકનું મૃત્યુ નીપજ્યું છે. ઉધના વિસ્તારમાં 13 મહિનાના બાળકને માતાએ રાત્રે દૂધ પિવડાવીને સુવડાવ્યો હતો. બાદમાં સવારે માતાએ બાળકને ઉઠાડતા તે ઊઠ્યો ન હતો. જેથી બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં બાળકને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો

.ઉધના વિસ્તારમાં દેવીદાસ વડવી પરિવાર સાથે રહે છે. દેવીદાસની પત્નીએ 13 મહિના પહેલાં એકના એક દીકરા ઓમને જન્મ આપ્યો હતો. ત્રણ ચાર દિવસથી ઓમને તાવ સહિતની થોડીક બીમારી હતી. જોકે તેને હોસ્પિટલમાંથી દવા લઈ આવતા સારું થઈ ગયું હતું. ગત રાત્રે માતાએ ઓમને દૂધ પીવડાવ્યું હતું અને ત્યારબાદ તેને સુવડાવી દીધો હતો.સવારે જ્યારે માતા ઊઠી તો દીકરાને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ઓમ ઊઠ્યો ન હતો. જેથી પતિ સહિતના પરિવારને જાણ કરી હતી, ત્યારબાદ પિતા દીકરાને લઈને સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તપાસીને ઓમને મૃત જાહેર કર્યો હતો. એકના એક દીકરાના અચાનક મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

સુરતના ભેસ્તાન આવાસમાં છ દિવસ પહેલાં પણ એક ત્રણ મહિનાનું બાળક રાત્રે માતાએ દૂધ પીવડાવ્યા બાદ સવારે ઊઠ્યો ન હતો અને મોતને ભેટ્યો હતો. સિવિલ હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર બાળકની શ્વાસનળીમાં દૂધ જતું રહેતા મોત થયું હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી, ત્યારે આજે વધુ એક બાળકનું મોત થયું છે. બાળકના મોતનું હાલ તો સાચું કારણ સામે આવ્યું નથી જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ બાળકના મોતનું સાચું કારણ સામે આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતમાં દેવુ થઈ જતાં ભરપાઈ કરવા પતિએ જ પત્નીની કાર ચોરી કરાવી, પોલીસે ધરપકડ કરી