Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાળજું કંપાવનારી ઘટના - ટ્રેન નીચે કપાઈને આધેડના શરીરના થયા બે ટુકડા

Webdunia
શનિવાર, 19 માર્ચ 2022 (18:36 IST)
ટ્રેન નીચે કપાઈને પિતાના બે ટુકડા થયા હોય, ધડ તરફડિયાં મારતું હોય અને લાચાર પુત્ર પિતાના પગ પકડીને હૈયાફાટ રુદન કરતો હોય. એ વિચાર માત્ર જ કાળજું કંપાવી દે છે  આવી જ કરુણ ઘટના, જેને જોઈને હૃદય ધ્રૂજી ઊઠે, એ ઘટના પાટણના સુજનીપુર નજીક ઘટી છે. રેલવે-ફાટક પાસે 45 વર્ષીય આધેડે કોઈ કારણસર માલગાડી નીચે પડતું મૂકતાં તેમના શરીરના બે ટુકડા થઈ ગયા. 
 
પિતાએ ટ્રેન નીચે પડતું મૂક્યાની જાણ થતાં દીકરો અને દીકરી ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. ટ્રેન નીચે કપાયેલા પિતાનું ધડ તરફડિયાં મારી રહ્યું હતું. પિતાની હાલત જોઈ દીકરો તેમના પગ પકડીને હૈયાફાટ આક્રંદ કરી રહ્યો હતો. પિતાના દેહ પાસે દીકરા-દીકરીના આક્રંદથી સૌકોઈ કંપી ઊઠ્યા.
 
આ ઘટનાના પગલે માલગાડી ઊભી રહેતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક આ બાબતે જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ તપાસમાં આધેડની ઓળખાણ થતાં તેના પરિવારનો સંપર્ક કરતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
 
પાટણ સુજનીપુર નજીક રેલવે-ફાટક પર 45 વર્ષીય આધેડે આત્મહત્યા કરી લીધી છે. સુજનીપુર નજીકથી પસાર થઇ રહેલી માલગાડી નીચે આધેડે પડતું મૂકતાં શરીરના બે ટુકડા થઇ ગયા હતા. આ કાળજું કંપાવનારી ઘટનામાં આધેડના શરીરના બે ટુકડા થઇ ગયા હોવા છતાંય અમુક સેકન્ડ તેઓ જીવંત રહ્યા હતા. તેઓ હાથથી ટ્રેનને પકડીને શ્વાસ લઇ રહ્યા હતા. તરફડતા આધેડને જોઇ પરિવારના સભ્યનું હૈયાફાટ આક્રંદથી ગમગીની છવાઇ ગઇ હતી. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments