Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ તે કેવો પુત્ર મોહ કે પુત્રીનું ગળું દબાવી કરી હત્યા, ડોક્ટરને કડી મળતાં ફૂટ્યો ભાંડો

Webdunia
સોમવાર, 15 માર્ચ 2021 (10:59 IST)
આજના આધુનિક જમાનામાં પણ લોકોનો પુત્ર છુટતો નથી, આજે દિકરીએ આકાશને આંબે રહી છે. દિકરો-દિકરી એકસમાનની મસમોટી વાતો કરવામાં આવી રહી છે. ત્યારે બધાની વચ્ચે કડીમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પુત્રની લાલસામાં એક મહિનાની બાળકીની હત્યા કરવામાં આવતાં હાહાકાર મચી જવા પામ્યો છે.  આ ચોંકાવનારી ઘટનામાં આખો પરિવાર દોષી સાબિત થયો છે. પોલીસની તપાસમાં બાળકીની હત્યા થઈ હોવાનું ખૂલતા માતા પટેલ રીનાબેન હાર્દિકભાઈ પટેલ, પિતા હાર્દિકભાઈ ઉપેન્દ્રભાઈ પટેલ અને દાદી નીતાબેન ઉપેન્દ્રભાઈ પટેલ તેમજ દાદા ઉપેન્દ્રભાઈ જોઈતારામ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. 
 
મળતી માહિતી અનુસાર, કડીના કરણનગર રોડ પરના રાજભૂમિ ફ્લેટની આ ઘટના સર્જાઇ હતી. જેમાં ખુદ માતાપિતા સહિત દાદા-દાદીએ સાથે મળીને તેમની દીકરી માત્ર 1 માસ અને 2 દિવસની હતી, અને બાળકીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી છે. રીનાબેન અને હાર્દિકભાઈના ઘરે એક વર્ષ પહેલા જ દીકરીનો જન્મ થયો હતો. તેમને સંતાનમાં આ બીજી દીકરી હતી. જોકે, તેમને પહેલા પણ સંતાનમાં ચાર વર્ષની એક દીકરી હતી, તેથી તેઓને બીજા સંતાનમાં દીકરો જન્મે એવી ઇચ્છા ધરાવતા હતા. ત્યારબાદ તેમણે દીકરીના મોતને અકસ્માતમાં ખપાવવાની કોશિશ કરીને તેને ડોક્ટર પાસે લઈ ગયાં હતા. જોકે, ડોક્ટરે ગળા પર નિશાન જોતાં પોલીસને જાણ કરી હતી.
 
આ અંગે ડીવાયએસપી આરઆર આહીરે જણાવ્યું કે, એક મહિના પહેલા બાળકીનું મોત નિપજ્યું હતું. તેના ગળામા ઈન્ફેક્શન હોવાનું તેના માતાપિતાએ જણાવ્યું હતું. જેના બાદ અમદાવાદમાં પેનલ તબીબો દ્વારા બાળકીનું પોસ્ટમોર્ટમ કરાવાયું હતું. જેમાં બાળકીનું ગળુ દબાવાથી મોત થયુ હોવાનું ખૂલ્યુ હતું. ત્યારે પીએમ રિપોર્ટના આધારે અમે ગુનો દાખલ કર્યો છે. ત્યારે હાલ તેની માતા માતા પટેલ રીનાબેન હાર્દિકભાઇ, પિતા હાર્દિકભાઈ ઉપેન્દ્રભાઈ પટેલ અને દાદી નીતાબેન ઉપેન્દ્રભાઈ તેમજ દાદા ઉપેન્દ્રભાઈ જોઈતારામ સામે ફરિયાદ નોંધાઈ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારને કરી લો આ 3 સરળ ઉપાય ભોળેનાથની કૃપાથી બની જશે બધા બગડેલા કામ મળશે સમ્માન

યોગી આદિત્યનાથે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી પર નિવેદન આપ્યું

સ્પેનમાં આવેલા ભયાનક પૂર પછી રસ્તા પર ઉતર્યા લોકો

દિલ્હીમાં ‘અતિશય ખરાબ’ શ્રેણીમાં પહોંચ્યું પ્રદૂષણ, પાકિસ્તાનમાં પણ હવા ખરાબ

યુવકે પરિણીત યુવતીને હોટલમાં બોલાવી, કહ્યું- હું તારી સાથે છું..., પછી જે થયું તે માનવામાં નહીં આવે

આગળનો લેખ
Show comments