Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગુજરાતમાં ઉથલ પાથલથી સૌના શ્વાસ અદ્ધર, 3 સીટ પર રસાકસી

gujarat result
, મંગળવાર, 4 જૂન 2024 (11:12 IST)
ગુજરાતમાં 7મે, 2024 રોજ લોકસભા ચૂંટણીનું મતદાન યોજાયું હતું અને ત્યારથી લઈ પરિણામો અંગે મતદારોમાં ઉત્તેજના છે.  હાલ 25 સીટની મતગણતરી પ્રક્રિયા ચાલી રહી છે. સુરત સીટ પર ભાજપના મુકેશ દલાલ બિનહરિફ જાહેર થઈ ચૂક્યા છે.
 
આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મત્સ્યદ્યોગ અને પશુ-પાલન મંત્રી રૂપાલા, રાજ્ય કક્ષાના કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું રાજકીય ભાવિ નક્કી થશે.
 
ગાંધીનગર અમદાવાદ પશ્ચિમ રાજકોટ પંચમહાલ છોટાઉદેપુર પોરબંદર વડોદરા નવસારી આ 8 સીટ પર ભાજપના ઉમેદવાર 2 લાખ કરતા વધુ મતથી આગળ, નૈષધ દેસાઈએ કહ્યું-પાટીલને 10 લાખની લીડ મળશે તો રાજકારણ છોડી દઈશ
 
6 બેઠકો પર છે કાંટાની ટક્કર 
 
આણંદ, બનાસકાંઠા, ભરૂચ, પાટણ, સુરેન્દ્રનગર અને અમરેલી બેઠક પર ચોંકાવનારા પરિણામ આવી શકે છે. કંઇ પણ સંભવ છે. જો ભાજપની જીત થાય છે તો સરસાઇ કેટલી હશે એ બાબત પણ નોંધપાત્ર હશે.
 
કોંગ્રેસ હાલ ભાજપને ટક્કર આપતી હોવાથી પદાધિકારીઓ ખુશમાં છે. એક આગેવાને તો એટલે સુધી કહ્યું ભજિયાં - ગાંઠિયા ખાવા જેવી સ્થિતિ છે તો એક નેતાએ તો સ્ટાફને જણાવ્યું સાંજ સુધી અહીંયા જ છીએ, ગુલાલ ઉડાડીને જ જઈશું

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Lok Sabha Election Results Live Commentary: શરૂઆતના પરિણામમાં એનડીએ આગળ, યુપીમાં કાંટાની ટક્કર