પતંગ ચગાવતા યુવક સામે નોંધાયો ગુનો ઉત્તરાયણમાં જીવલેણ ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવવા પર પોલીસે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ દરમિયાન અમદાવાદમાં ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવતા યુવક સામે પહેલો કેસ નોંધાયો છે. પેટ્રોલિંગ સમયે એક યુવક ચાઈનીઝ દોરી પર પતંગ ચગાવતો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. ઘાટલોડીયા ચાણક્યપુરી બ્રીજ પાસે આવેલા ખુલ્લા મેદાનમાં યુવક પતંગ ચગાવતો હતો. પોલીસે મેદાનમાં જઈને તપાસ કરતા અજય વાઘેલા નામનો યુવક ચાઈનીઝ દોરીની રીલ પર પતંગ ચગાવતો હતો.
પોલીસે મેદાનમાં જઈને તપાસ કરતા અજય વાઘેલા નામનો યુવક ચાઈનીઝ દોરીની રીલ પર પતંગ ચગાવતો હતો. પોલીસે અજયે ચગાવેલો પતંગ ઉતારાવ્યા બાદ તેના વિરુદ્ધમાં ગુનો નોંધ્યો હતો અને ચાઈનીઝ દોરી જપ્ત કરીને તેની ધરપકડ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટર પર ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ઉત્તરાયણમાં મહત્તમ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો અને સલામત રહો. તેમણે આનું કારણ આપતાં કહ્યું હતું કે, ઉત્તરાયણના દિવસે રસ્તાઓ પર પતંગ અને દોરા ક્યારેક આપણી મુસાફરીમાં અકસ્માત તરીકે નડતરરૂપ બને છે. રાજ્યમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ શ્રેષ્ઠ પરિવહનની સુવિધાઓ ઉપલબ્ધ છે. ઉત્તરાયણની ઉજવણી સાથે મેટ્રો ટ્રેન, સુવિધાસભર એસ.ટી. બસ, રેલવે, ટેક્સી અને ઓટો રીક્ષા જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી સલામત રહીએ.