ગુજરાતીઓના સૌથી મોટા તહેવાર ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ગુજરાતીઓને એક જ પ્રશ્ન સતાવી રહ્યો છે કે સરકાર ઉત્તરાયણને લઈને કઈ નવી ગાઇડલાઇન જાહેર કરશે તેની રાહ લોકો જોઈ રહ્યા છે ત્યારે રાજકોટ પોલીસ કમિશનરે મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે.
રાજકોટમાં ઉત્તરાયણના પર્વ માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે. પોલીસ કમિશનરે ચાઇનીઝ દોરા, તુક્કલના વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ લગાવ્યો છે. તો સાથે સાથે, કોરોનાના કારણે લોકોને પતંગ ઉડાવતી વખતે સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવાનું રહેશે.
રાજકોટ પોલીસના જાહેરનામા અનુસાર, અનેક સૂચનાઓ આપવામાં આવી છે. જેનું રાજકોટવાસીઓએ પાલન કરવાનું રહેશે. રાજકોટમાં કોઇપણ વ્યક્તિ જાહેરમાર્ગ, રસ્તામાં પતિંગ ઉડાવી નહિ શકે તથા ભયજનક ધાબા પર પણ પતંગ ઉડાવી શકાશે નહિ તેવી પણ સૂચના આપવામાં આવી છે.