ઇડરના સદાતપુરા પાસે રવિવાર વહેલી સવારે સુરપુરની માનસિક દિવ્યાંગ યુવતી એક પગે સાંકળ બાંધેલી હાલતમાં જોવા મળી હતી. આથી સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી યુવતીની પૂછપરછ કરી હતી. પોલીસે ઇશારામાં તેને ઘરે જવાનું કહેતા તેણે ઇશારામાં ઘરે જવાનું ના કહ્યું હતું. પોલીસે વધુ તપાસ કરતાં યુવતીનો ભાઇ તેને ઘરમાં બાંધી રાખતો હતો અને મારઝૂડ પણ કરતો હતો. આ અંગે ઇડર પોલીસે યુવતીના ભાઇ સામે ફરિયાદ નોંધી છે.ઇડરમાં ત્રણ દિવસ અગાઉ અસ્થિર મગજની મહિલા સાથે દુષ્કર્મની ઘટનાએ ઇડરમાં ચકચાર મચી જવા પામી છે.
દુષ્કર્મ કરનાર નરાધમ પોલીસ પકડ થી દૂર છે. ત્યારે રવિવારે ઇડરના સદાતપુરા પાસે આવેલ ત્રિમૂર્તિ પ્લાઝા પાસે વહેલી સવારે ઇડર તાલુકના સુરપુર ગામની અસ્થિર મગજની યુવતી કાજલબેન એક પગે સાકળ બાંધેલી મળી આવતાં ચકચાર મચી હતી. યુવતી અસ્થિર મગજની હોઇ બોલી શકતી ન હતી.ત્યારે ઇડર પોલીસને જાણ કરતાં ઇડર પોલીસે ઇશારામાં યુવતીને વધુ પૂછતાં તેને ચાર દિવસથી જમવાનું નથી મળ્યું અને તેને ઘરમાં બાંધી રખાઈ હોવાની ઈશારાથી વાત કરી હતી. તેમજ યુવતીને ઘરે જવાનું કહેતાં યુવતીએ બંને હાથ જોડી ઘરે જવાનું ના કહેતી નજરે પડી હતી. ત્યારે સ્થાનિકોએ ઈડર પોલીસને જાણ કરતાં ઈડર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અસ્થિર મગજની યુવતીને ઈડર પોલીસ સ્ટેશનમાં લાવી તેની વધુ પૂછપરછ કરી યુવતીને હિંમતનગર ખસેડી હતી.ઇડર પોલીસની વધુ પૂછપરછમાં યુવતીને તેનો ભાઇ વિપુલભાઇ જયંતિભાઇ વાઘેલા રહે. સુરપુર તા. ઇડર ઘરમાં બાંધી રાખતો અને મારઝૂડ પણ કરતો હતો. શનિવાર યુવતી ઘરેથી ભાગી ગઇ હતી. યુવતીના ભાઇ સામે ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.હિંમતનગર 181અભયમના કાઉન્સિલર સુરેખાબેન મકવાણા જણાવ્યું કે ઇડર હિંમતનગર હાઇવે પર આવેલ મા નો વિસામો હોટલ આગળ રોડ પરથી અસ્થિર મગજની યુવતીને ઇડર પોલીસ સ્ટેશનમાં લવાઇ હતી. આ યુવતીને ઇડર પીએસઆઈ આર ઉમટે નવા કપડા આપ્યા હતાં તેમજ કાઉન્સિલર સુરખાબેન અને અંકિતાબેને યુવતી પોલીસ સ્ટેશનમાં નવડાવી અને નાસ્તો કરાવ્યો હતો. યુવતી બોલી શકતી ન હોવાથી ઈશારામાં પૂછતાં યુવતી એ ઘરે ના જવા ના ઈશારા કર્યા હતા. યુવતીને હિંમતનગર સખીવન સ્ટેપમાં લઈ જવામાં આવી છે લાંબા સમય માટે યુવતી ત્યાં રહી શકે તે માટે નારી સુરક્ષા કેન્દ્ર મોકલી આપવાની કાર્યવાહી કરવામાં આવી છે.