મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના આઇએએસ અધિકારી ગૌરવ દહિયા વિરૂઘ્ધ લગ્ન બાબતમાં છેતરપીંડી, વિશ્વાસઘાત તથા ધમકીઓ આપવા અંગેની ફરિયાદ અંગે તલસ્પર્શી તપાસ માટે ત્રણ ઈંઅજ અધિકારીઓ સમેત પાંચ સભ્યોની તપાસ સમિતી નિમવાનો નિર્ણય કર્યો છે
આ તપાસ સમિતિને પોતાનો અહેવાલ સત્વરે રજૂ કરવા પણ સૂચનાઓ આપવામાં આવી છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર જે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે તેમાં અધ્યક્ષા તરીકે અગ્ર સચિવ શ્રીમતી સૂનયના તોમર રહેશે.
તપાસ સમિતિના અન્ય સભ્યોમાં શ્રીમતી મમતા વર્મા- આઇએએસ, શ્રીમતી સોનલ મિશ્રા-આઇએએસતથા બિનસરકારી સભ્ય તરીકે નિવૃત્ત સંયુકત સચિવ શ્રીમતી દેવીબહેન પંડયા અને સભ્ય સચિવ તરીકે નાયબ સંયુકત કે અધિક સચિવ કક્ષા ના અધિકારી રહેશે.
અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે, ગૌરવ દહિયા નેશનલ હેલ્થ મિશનના મિશન ડાયરેકટર તરીકે ફરજરત હતા તે દરમ્યાન તેમની સામે આક્ષેપો થતાં રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી તા. રર જુલાઇએ તેમની બદલી કરીને સંયુકત સચિવ (આયોજન) સામાન્ય વહીવટ વિભાગમાં મૂકેલા છે.