Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નારાજગીની ચર્ચા વચ્ચે બોલ્યા નિતિન પટેલ, જ્યા સુધી હુ લોકોના દિલોમાં છુ, મને કોઈ હટાવી નહી શકે

webdunia
, સોમવાર, 13 સપ્ટેમ્બર 2021 (12:04 IST)
ભૂપેન્દ્ર યાદવ ગુજરાતના નવા મુખ્યમંત્રી બનતાની સાથે જ હવે નવા કેબિનેટને લઈને ચર્ચાઓએ જોર પકદ્યુ છે. એવુ કહેવાય રહ્યુ છ એકે  પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના મંત્રીમંડળમાં રહેલા ઘણા વરિષ્ઠ નેતાઓ અને ધારાસભ્યોની હકાલપટી પણ થઈ શકે છે. જેમાનુ  એક નામ નીતિન પટેલનું પણ છે. જોકે, નીતિન પટેલે ખુદ આ વાતોને નકારી કા્યા છે અને કહ્યું છે કે જ્યાં સુધી તેઓ લોકોના દિલમાં છે ત્યાં સુધી તેમને કોઈ હટાવી શકશે નહી. 
 
એવા પણ અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે હવે ભૂપેન્દ્ર પટેલ સાથે બે વરિષ્ઠ નેતાઓને ડિપ્ટી સીએમ બનાવવામાં આવશે. અત્યાર સુધી રૂપાણીના કાર્યકાળ દરમિયાન નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી પદ પર હતા અને તેમને જ ગુજરાતના આગામી મુખ્યમંત્રી તરીકે પણ માનવામાં આવી રહ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે હાથમાં બાજી આવ્યા પછી નીતિન પટેલની નારાજગીના સમાચાર ઝડપથી ફેલાયા. જો સૂત્રો પર વિશ્વાસ કરવામાં આવે તો, વરિષ્ઠ આદિવાસી ધારાસભ્ય અને OBC ધારાસભ્યોમાંથી બે લોકોને નાયબ મુખ્યમંત્રી બનાવાશે. 
 
 મહેસાણામાં નીતિન પટેલે પોતાના નિવેદનમાં જણાવ્યુ કે 'મીડિયામાં ચર્ચા છે કે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ વિઘાયકદળની બેઠક છોડીને ચાલ્યા ગયા. હું તમારા દિલમાં છું જ્યાં સુધી હું લોકોના દિલોમાં અને પાર્ટી કાર્યકર્તાઓના દિલમાં છું ત્યાં સુધી મને કોઈ હટાવી નથી શકતુ. 
 
પહેલીવારના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલના નામની અચાનક જાહેરાત થાય એ પહેલા જે નામો મુખ્યમંત્રીની રેસમાં મોખરે ગણવામાં આવી રહ્યા હતા તેમાં રાજ્યના સૌથી અનુભવી ભાજપના નેતા અને અડધો ડઝનથી વધુ વખત ધારાસભ્ય અને મંત્રી  રહી ચુકેલા નીતિન પટેલનું નામ સામેલ હતુ.  ધારાસભ્ય પક્ષની બેઠક પહેલા તેમણે પત્રકારોને એમ પણ કહ્યું હતું કે મુખ્યમંત્રી એક અનુભવી ધારાસભ્ય હોવા જોઈએ. સૂત્રોએ જણાવ્યું હતું કે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર થતા જ તેઓ પોતાના વતન મહેસાણા જવા રવાના થયા હતા. સામાન્ય રીતે મીડિયા સાથે સારી રીતે વાત કરનાર પટેલ પત્રકારો સાથે પણ વાત કરી નહોતી. 
 
ભારતીય જનતા પાર્ટીએ જ્યા પહેલીવાર ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને આગામી મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે, તેવા સંજોગોમાં નીતિન પટેલના ભવિષ્ય અંગે હજુ પણ શંકા છે. કેબિનેટને લઈને પૂછવામાં આવેલા સવાલ પર ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર બંને મૌન રહ્યા. એવું પણ માનવામાં આવી રહ્યુ છે કે વર્તમાન મંત્રીમંડળમાંથી ચારથી પાંચ મંત્રીઓનુ પત્તુ કપાય શકે છે, જેમાંથી એક નામ નીતિન પટેલનુ પણ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

CM Oath Ceremony - રૂપાણીની ભૂપેન્દ્ર ભાઈ સાથે મુલાકાત