Webdunia - Bharat's app for daily news and videos

Install App

વલસાડથી સુરત જતી હમસફર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી, મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ

Webdunia
શનિવાર, 23 સપ્ટેમ્બર 2023 (17:45 IST)
surat news
ગત 16 સપ્ટેમ્બરે દાહોદ નજીક જેકોટ રેલવે સ્ટેશન પર આવીને ઉભેલી દાહોદ-આણંદ મેમુ ટ્રેનના કોચમાં ઓચિંતી આગ ફીટ નીકળતા ટ્રેનમાં બેસેલા અને સ્ટેશન ઉપર ઉભેલા મુસાફરોમાં ભાગદોડ મચી ગઇ હતી જો કે કોચમાં શરૃઆતમાં ધુમાડો નીકળતા સમય પારખી ગયેલા મુસાફરો નીચે ઉતરી જતા જાનહાનિ ટળી હતી. ફાયર બ્રિગેડે બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનાના પગલે મુંબઇ-દિલ્હી વચ્ચેનો ટ્રેન વ્યવહાર આશરે ૩ કલાક ખોરવાયો હતો. ત્યારે આજે વલસાડથી સુરત જતી ટ્રેનમાં આગ લાગતાં મુસાફરોમાં દોડધામ મચી જવા પામી છે.

<

વલસાડથી સુરત જતી હમસફર એક્સપ્રેસ ટ્રેનમાં લાગી આગ

વલસાડના છીપાવાડ વિસ્તાર નજીકની ઘટના

આગને પગલે રેલ વિભાગ થયું દોડતુ

બનાવને પગલે મચી ગઈ દોડધામ

ચાલતી ટ્રેનમાં આગ લાગવાનું કારણ અકબંધ#Train #IndianRailway #Fire #Valsad #surat pic.twitter.com/EL7nMQNXRO

— Purvin Suthar (@purvin01) September 23, 2023 >

પ્રાપ્ત વિગતો પ્રમાણે વલસાડથી સુરત જતી હમસફર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની ઘટના બની છે. વલસાડના છીપાવાડ વિસ્તાર નજીક આગની ઘટના બનતાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતાં. આગ લાગવાની ઘટનાને લીધે રેલવે વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા હતાં. ટ્રેનના જનરેટર કોચમાં લાગેલી આગને કાબુમાં લેવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. આગ કયા કારણે લાગી તેનું કારણ હજી અકબંધ છે. વલસાડ રેલવે વિભાગે સાયરન વગાડીને આગ લાગ્યાની જાણકારી આપી હતી. ટ્રેનમાંથી મુસાફરોને રેલવેના અધિકારીઓએ સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હોવાથી મોટી જાનહાની ટળી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગર્લફ્રેન્ડને ચુંબન કરવું કે ગળે લગાડવું એ ગુનો છે કે નહીં? વાંચો મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો આદેશ

UP Crime - ઈટાવા સામુહિક હત્યાકાંડ - બાળકોના મોઢામાંથી ફેસ નીકળતો જોઈને માતાનો આક્રંદ, પહેલા મારુ ગળુ દબાવી દો...

ખાટુશ્યામ મંદિરમાં નાસભાગ, 7 શ્રદ્ધાળુઓ ઘાયલ, શાહજહાંપુરમાં રેલિંગ તૂટવાથી અકસ્માત

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે વોટિંગ પહેલા ઉદ્ધવ ગુટે CM પર પર દાવો ઠોકી દીધો છે. આ પગલામાં MVAમા વિવાદ અને વધુ ઉંડુ થઈ શકે છે.

Gujarat Ranotsav 2024: કચ્છનો રણોત્સવ શરૂ; 90 ટકા એડવાન્સ બુકિંગ પૂર્ણ

આગળનો લેખ
Show comments