Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં 6,500 વિદ્યાર્થીઓએ રચી ભવ્ય સપ્તરંગી માનવ રંગોળી: CM ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

Human Rangoli Ahmedabad
Human Rangoli Ahmedabad
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જનસેવા, સુશાસન અને સમર્પણના ૨૫ ગૌરવપૂર્ણ વર્ષ પૂરા થવાના પ્રસંગે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘સેવાના રંગો, રાષ્ટ્રના સંગ’ના સંદેશ સાથે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ ભવ્ય અને પ્રેરણાદાયી કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

વિદ્યાર્થીઓની વિશાળ ભાગીદારી અને મુખ્યમંત્રી દ્વારા પ્રોત્સાહન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ આયોજનમાં શહેરની વિવિધ શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓના અંદાજે સાડા છ હજાર જેટલા વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ માનવ આકૃતિમાં સહભાગી થયેલા તમામ છાત્રોની વચ્ચે જઈને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
 

સપ્તરંગી માનવ રંગોળીનું મનમોહક દ્રશ્ય

આ અનોખી માનવ રંગોળીમાં જોડાયેલા વિદ્યાર્થીઓએ કેસરી (ઓરેન્જ), પીળો, લાલ, જાંબલી (પર્પલ), લીલો, વાદળી (બ્લ્યૂ) અને સફેદ સહિતના સપ્તરંગોના આકર્ષક સમૂહમાં ગોઠવાઈને ભારત દેશનો સુંદર નકશો અને રાષ્ટ્રભાવના દર્શાવતી માનવ આકૃતિ રચી હતી. વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓની સામૂહિક ભાગીદારી અને રંગોની સુમેળભરી ગોઠવણીથી સમગ્ર ગ્રાઉન્ડ રાષ્ટ્રભક્તિના રંગોમાં રંગાઈ ગયું હતું.
 

ગરબાના તાલે ભક્તિમય બન્યું વાતાવરણ

કાર્યક્રમ દરમિયાન માત્ર દેશપ્રેમ જ નહીં, પરંતુ સાંસ્કૃતિક વિરાસતનો સંગમ પણ જોવા મળ્યો હતો. મા અંબાના ગરબાની મનોરમ્ય પ્રસ્તુતિ અને સંગીતના તાલે સમગ્ર વાતાવરણ ભક્તિ રસમાં તરબોળ થઈ ગયું હતું, જેણે ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

અગ્રણીઓ અને મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ

આ ભવ્ય પ્રસંગે શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા, મેયર હિતેશભાઈ બારોટ, સાંસદ દિનેશભાઈ મકવાણા તથા હસમુખભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ધારાસભ્યો સર્વે અમિતભાઈ ઠાકર, દિનેશસિંહ કુશવાહ, જીતુભાઈ પટેલ, હર્ષદભાઈ પટેલ, અમૂલભાઈ ભટ્ટ, ડૉ. હસમુખભાઈ પટેલ, કૌશિકભાઈ જૈન, કંચનબેન રાદડિયા, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિત અનેક અધિકારીઓ, અગ્રણીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મુંબઈ નહી, પુણે સ્થિત ડોંજે ગામમાં થશે નાના પાટેકરનો અંતિમ સંસ્કાર, પોસ્ટમોર્ટમ પછી પરિવારને સોંપવામાં આવશે પાર્થિવ શરીર