Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રાંગણમાં વિન્ટેજ કારની વિશાળ ડ્રાઇવ યોજાઈ, પર્યટકો થયા આશ્વર્યચકિત

સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રાંગણમાં વિન્ટેજ કારની વિશાળ ડ્રાઇવ યોજાઈ, પર્યટકો થયા આશ્વર્યચકિત
, શુક્રવાર, 6 જાન્યુઆરી 2023 (10:25 IST)
વિશ્વની સૌથી વિશાળ સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રાંગણમાં વિન્ટેજ કારની વિશાળ ડ્રાઇવ યોજાઈ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૭૫ વિન્ટેજ કારનો જમાવડો પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી પ્રસંગે ૨૧ ગન સેલ્યુટ હેરિટેજ એન્ડ કલ્ચર ટ્રસ્ટ તરફથી ખુબ જ કિંમતી અને આઇકોનિક કારનું પ્રદર્શન આઝાદીની ૭૫ મી વર્ષગાંઠ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી કરવાનું નક્કી કર્યુ હતુ. 
 
જેને અનુલક્ષીને નર્મદા જિલ્લામાં સરદાર સાહેબની વિશ્વની સૌથી વિશાળ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં ગુજરાતના પર્યટન વિભાગના સહયોગથી ૨૧ ગન સેલ્યુટ હેરિટેજ એન્ડ કલ્ચર ટ્રસ્ટ દ્વારા વિન્ટેજ કારની (Vintage Car Drive) વિશાળ ડ્રાઇવ યોજાઈ હતી. વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસથી સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર સુધીનું અંતર કાપીને આવેલી આ વિન્ટેજ કાર રેલીમાં ઉદ્યોગપતિઓ અને રાજવી પરિવારોની ૭૫ જેટલી વિન્ટેજ કાર સામેલ હતી. આ વિશાળ કાર ડ્રાઈવમાં હેરિટેજ કાર્સની એન્ટ્રી અને જમાવડાએ પર્યટકોને આશ્ચર્ય ચકિત કરી પર્યટકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. 
webdunia
આ વિન્ટેજ કાર રેલીમાં ઘણી એવી કાર હતી, જે પર્યટકોએ પહેલી વાર જોઈ હતી. આવા આયોજનથી આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત પર્યટન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થાનિકો સહિત દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષિત કરશે. ૨૧ ગન સેલ્યુટ એન્ડ કલ્ચર ટ્રસ્ટ ચેરમેન અને મેનેજિંગ ટ્રસ્ટીશ્રી મદનમોહને જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી પ્રસંગે વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસથી પ્રસ્થાન કરી ૯૦ કિલોમીટરનું અંતર કાપીને આ રેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી છે. 
 
વિશ્વના ૨૭ દેશોથી આવેલા ૩૫ જજીસ, તેમના પ્રતિનિધિ તેમજ દેશના ખૂણે-ખૂણાથી આવેલી આ વિશેષ કારો આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં પહોંચી છે. જે પર્યટન ક્ષેત્રે એક અલગ જ કિર્તીમાન સ્થાપિત કરી રહ્યું છે. જેને વધુ પ્રોત્સાહિત કરવા અને જાગૃતિ ફેલાવવા માટે ગુજરાતના પર્યટન વિભાગના સહયોગથી વિન્ટેજ કાર ડ્રાઈવનું આયોજન કર્યુ છે.
webdunia
સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરનું આ મનમોહક દ્રશ્ય વિશ્વભરને એકતાનો સંદેશો પહોંચાડશે. ૨૧ ગન સેલ્યૂટ હેરિટેજ એન્ડ કલ્ચર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર રેલીમાં ઐતિહાસિક ડ્રાઇવમાં હેરિટેજ કાર ધરાવનાર ઉદ્યોગપતિ તથા રાજવી પરિવાર કે તેમના સબંધીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં વિન્ટેજ કાર ડ્રાઈવના આયોજનની સરાહના કરીને પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. 
 
અહીં ૭૫ વિન્ટેજ કારની પરેડ દર્શાવવામાં આવી હતી, જેમાં ૧૯૨૨ ડેમલર, ૧૯૩૮ રોલ્સ-રોયસ ૨૫/૩૦, ૧૯૧૧ નેપિયર, ૧૯૩૩ પેકાર્ડ વી૧૨, રોલ્સ-રોયસ ફેન્ટમ ૨, ૧૯૪૭ લિંકન કોસ્મોપોલિટન, ૧૯૬૦ મર્સિડીઝ બેન્ઝ ૧૯૦ SL બેન્ઝ મોટરવેગન, ૧૯૪૮ બ્યુક સુપર, ૧૯૩૬ ડોજ ડી ૨ કન્વર્ટિબલ સેડાન, ૧૯૪૮ હમ્બર, ૧૯૩૬ ઓસ્ટિન ૧૦/૪ ટૂરર અને ૧૯૩૧ ફોર્ડ એ રોડસ્ટર ડ્રાઇવ જેવી અદભૂત હેરિટેજ કારોએ કારના શોખીનોને મંત્રમુગ્ધ કર્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજે પોષી પૂનમ: માં અંબાના પ્રાગટય દિવસની શક્તિપીઠ અંબાજી ખાતે ધામધૂમથી ઉજવણી કરાશે