baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુખ્યમંત્રી બાદ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા આવ્યા કોરોનાની ચપેટમાં, ટ્વિટ કરી આપી જાણકારી

home minister pradeep singh jadeja
, શનિવાર, 3 એપ્રિલ 2021 (21:22 IST)
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરએ ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે. દિવસે ને દિવસે નવા રેકોર્ડ સ્થાપિત થતા જાય છે. દરરોજ કોરોના સંક્રમિતોનો આંકડો નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. ગુજરાતમાં શુક્રવારે 2640 કેસ નોંધાયા હતા ત્યારે આજે આજે રેકોર્ડબ્રેક 2815 કોરોના કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
 
સતત વધતા જતા કેસના લીધે રાજ્યમાં સ્થિતિ ગંભીર બનતી જાય છે. એક પછી ધારાસભ્યો અને નેતાઓ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. થોડા સમય પહેલાં રાજ્યના મુખ્યમંત્રી કોરોના સંક્રમિત થયા હતા. ત્યારે હવે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ કોરોના સંક્રમિત થયા છે. ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહે આ અંગેની જાણ ટ્વિટ કરીને આપી હતી. તેમણે જણાવ્યું કે, સારવાર માટે તેઓ યુ.એન મહેતામાં હોસ્પિટલ માટે જઇ રહ્યા છે. 
 
તેઓએ પોતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવવા માટેની અપીલ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓ મોરવા હડફ ખાતે ચૂંટણી પ્રચારમાં પણ હાજર હતા. હાલ તો તેમને સારવાર માટે યુ.એન મહેતા હોસ્પિટલ ખાતે લઇ જવાયા છે. 
 
કોરોનાનું સંક્રમિત વધતાં શાળાઓ બંધ
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં એક મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
 કોર કમિટીના આ નિર્ણય અનુસાર રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતીને ધ્યાનમાં લઈને સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 9 ની તમામ શાળાઓમાં સોમવાર 5 મી એપ્રિલથી અન્ય સૂચનાઓ કે આદેશ ના થાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવશે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કડક સૂચના: માસ્ક ન પહેરનારા સામે કડક કાર્યવાહી કરી રૂ.૧ હજાર દંડની વસુલાત કરવા આદેશ