Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

રાધનપુરમાં યુવતી પર હુમલા બાદ હિન્દુ સંગઠનનું બંધનું એલાન, હજારોની સંખ્યામાં ટોળુ બેકાબુ થતાં પોલીસે લાઠીચાર્જ કર્યો

રાધનપુરમાં યુવતી પર હુમલા બાદ હિન્દુ સંગઠનનું બંધનું એલાન, હજારોની સંખ્યામાં ટોળુ બેકાબુ થતાં પોલીસે લાઠીચાર્જ કર્યો
, શનિવાર, 29 જાન્યુઆરી 2022 (15:02 IST)
રાધનપુરના શેરગઢ ગામે ચૌધરી સમાજની યુવતી પર થયેલો હુમલો અને ધંધુકા ખાતે ભરવાડ સમાજના યુવાનના હત્યાકાંડના આરોપીઓને સજા કરવાની માંગ મામલે આજે શનિવારે રાધનપુર બંધનું એલાન અપાયું હતું. જેને લઈ રાધનપુરના બજારો સજ્જડ બંધ રહ્યા છે. આજે રાધનપુરમાં શંકર ચૌધરી સહિત મોટા પ્રમાણમાં સમાજ એકઠો થયો છે.

બનાસબેંકનાં ચેરમેન અણદાભાઇ પટેલ, ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર પણ જોડાયા છે. આ સાથે ભરવાડ સમાજ અને અલ્પેશ ઠાકોર સહિત ઠાકોર સમાજના લોકો સહિત 15 હજારથી વધુ લોકો એકઠા થયા છે. હજારોની સંખ્યામાં એકઠી થયેલી ભીડ બેકાબુ થતાં પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો છે. આ ન્યાયની માંગની તમામ જવાબદારી શંકર ચૌધરીએ લીધી છે.આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગ સાથે રેલી કાઢીને આવેદનપત્ર આપશે. જોકે, રેલીને હજુ મંજૂરી મળી નથી. આ ઘૃણાસ્પદ ઘટનાને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અતિસંવેદલશીવ ગણાવી છે. ચાર વાગ્યે પ્રેસકોન્ફરન્સ કરીને હર્ષ સંઘવી માહિતી આપશે. જ્યારે રાધનપુર સહિત શેરગઢ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.રાધનપુર તાલુકાના શેરગઢ ગામે વિધર્મી શખ્સે ચૌધરી સમાજની યુવતી પર તેના ઘરમાં ઘૂસીને છરી વડે હુમલો કર્યો હતો. જેના મામલે ચૌધરી સમાજના અગ્રણીઓની ઉપસ્થીતીમાં હિન્દુ સમાજની એક બેઠક ગઈકાલે શુક્રવારે આદર્શ વિદ્યાલય ખાતે યોજાઇ હતી. જેમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે, આવતીકાલે રાધનપુર સજ્જડ બંધ રાખવું અને રાધનપુરની આદર્શ વિદ્યાલયથી સવારે 11 કલાકે મહારેલી યોજી આવેદનપત્ર આપવું.આથી આ સાથે જ ધંધુકા ખાતે થયેલા હત્યાકાંડના આરોપીઓને સજા કરવાની માંગ સાથે ભરવાડ સમાજ પણ આ રેલીમાં જોડાયો છે. આમ ચૌધરી સમાજ અને ભરવાડ સમાજની આ મહારેલીમાં સમસ્ત હિન્દુ સમાજ જોડાશે તેવું સાગરભાઈ ચૌધરીએ ગઈકાલે જણાવ્યું હતું. જેના ભાગરૂપે આજે રાધનપુરને સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું.આ ઘટનાને લઈ શંકર ચોધરીએ જણાવ્યું હતું કે, એક યુવાનની હત્યા કરવામાં આવે અને એક યુવતી ઉપર બળજબરી પુર્વક હુમલો કરવામાં આવે ત્યારે આ બન્ને ઘટનાને લઈ લોકોમાં આક્રોશ છે. ત્યારે ગુનેગારોને કડકમાં કડક સજા થાય તેવો મનનો ભાવ દરેકે દરેક વ્યક્તિનો છે સ્થાનિક પોલીસ તંત્રએ આરોપીઓની ધરપકડ કરી છે ત્યારે તઓને કડક સજા થાય તેવી લોકોની અપેક્ષા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ધંધૂકામાં યુવકની હત્યામાં પાકિસ્તાન કનેક્શન