Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કર્ફ્યૂમાં વધારે છૂટ અપાશે તો સરકારના પ્રયત્નો પર પાણી ફરી વળશેઃ હાઇકોર્ટ

કર્ફ્યૂમાં વધારે છૂટ અપાશે તો સરકારના પ્રયત્નો પર પાણી ફરી વળશેઃ હાઇકોર્ટ
, શનિવાર, 18 એપ્રિલ 2020 (14:10 IST)
કોરોના વાઇરસના કારણે સર્જાયેલી મહામારી અંગે ગુજરાત હાઇકોર્ટે હાથ ધરેલી સુઓમોટો કાર્યવાહીમાં આજે હાઇકોર્ટે ટકોર કરી હતી કે કર્ફ્યૂ દરમિયાન બહાર નીકળવાની અને વધુ પડતી છૂટ અપાશે તો સરકારે અત્યાર સુધી લીધેલાં પગલાંઓ પર પાણી ફરી વળશે. આ ઉપરાંત રાજ્યમાં પરપ્રાંતીય મજૂરોની સ્થિતિ અને અન્ય શ્રમિકોની સ્થિતિ અંગે સરકારને જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે.

સોશિયલ ડિસ્ટન્સિંગનું કડકપણે પાલન કરાવવામાં આવે તેવો આદેશ પણ હાઇકોર્ટે કર્યો છે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ એ. જે. શાસ્ત્રીની ખંડપીઠે આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોરોના અંગેના સુઓમોટોની સુનાવણી હાથ ધરી હતી. જેમાં સુઓમોટો ઉપરાંત કોરોના મુદ્દે થયેલી જાહેર હિતની અરજીઓ સાંભળવામા ંઆવી હતી. હાઇકોર્ટે ટકોર કરી હતી કે કોઇ અરજદાર પિટિશન કરી અવ્યવહારુ માગ કરે નહી, નાગરિકો વર્તમાન પરિસ્થિતિને અનુકૂળ વ્યવહાર કરે અને તકેદારી રાખે. લોકડાઉન દરમિયાન રાજ્ય સરકારે લીધેલા વિવિધ પગલાંઓ વિશે રાજ્ય સરકારે કોર્ટને માહિતી આપી હતી, જ્યારે કેન્દ્ર સરકારે રજૂઆત કરી હતી કે દેશમાં આવેલા ૧૪૦૦ નાગરિકો સામે લૂકઆઉટ નોટિસ જારી કરવામાં  આવી છે. અન્ય રિટમાં અરજદારો તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે લોકડાઉનના બીજા રાઉન્ડમાં પણ જરૃરિયાતમંદ લોકોને કરિયાણા અને જીવન જરૃરિયાતની વસ્તુઓની કિટ આપવી જોઇએ. સરકારે વિવિધ લોનના હપ્તા અત્યારે ન ભરવાની મુક્તિ આપી છે પરંતુ તેના પર વ્યાજ ન લેવાની બેન્કોની નીતિ અયોગ્ય છે. પરપ્રાંતીય મજૂરો અંગે થયેલી એક નવી રિટમાં રજૂઆત કરવામાં આવી હતી કે લોકડાઉનના કારણે સુરત સહિતના દક્ષિણ ગુજરાના વિસ્તારોમાં હજારો મજૂરો કફોડી પરિસ્થિતિમાં મૂકાયા છે. દક્ષિણ ગુજરાતની ખાંડ ફેક્ટરીઓમાં કામ કરવા મહારાષ્ટ્રથી ૯૦ હજાર શ્રમિકો આવ્યા છે, આ શ્રમિકો અને તેમનો પરિવાર ત્યાં ફસાયો છે. દક્ષિણ ગુજરાતના બાંધકામ ક્ષેત્રના બે લાખ મજૂરો અને હજીરામાં વિવિધ જગ્યાઓ પર કામ કરતા ૧.૫ લાખ મજૂરો અત્યારે દયનીય સ્થિતિમાં છે. કોરોનાની ભીતિના કારમે તેમને ગામડાંઓમાં પ્રવેશ આપવામાં આવતો નથી. સમગ્ર રાજ્યમાં અત્યારે ૧૨થી ૧૫ લાખ પરપ્રાંતીય મજૂરો કફોડી સ્થિતિમાં છે. તેમના ભોજન, જીવન જરૃરિયાની વસ્તુઓ અને અન્ય સગવડ માટે રાજ્ય સરકારે વ્યવસ્થા કરવી જોઇએ. રાજ્ય સરકારે આ મુદ્દો ધ્યાને લઇ જરૃરી કાર્યવાહી કરવાની ખાતરી કોર્ટ સમક્ષ આપી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સંક્રમિત વિસ્તારોમાં એગ્રેસિવ ટેસ્ટિંગ હાથ ધરાશે: સહયોગ નહીં આપનાર સામે કાયદેસર પગલાં લેવાશે