ગુજરાત સરકારે હેલ્મેટ મરજિયાત કરવાની જાહેરાતને ગુરૂવારે ગુજરાત હાઇકોર્ટે રદ કરી છે અને હેલ્મેટ ફરજીયાત પહેરવાનો આદેશ કર્યો છે. અગાઉ હેલ્મેટ મરજિયાત કરવાની જાહેરાતને પડકારતી ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને હાઇકોર્ટે સરકારને એફિડેવિટ કરવા આદેશ કર્યો હતો.
આજે ગુજરાત હાઇકોર્ટેમાં સરકારે રજુ કરેલા એફીડેવિટમાં રજૂઆત કરી છે કે રાજ્ય સરકાર હેલ્મેટ પહેરવાનો મરજિયાત કરતો કોઈ પરિપત્ર જાહેર કરાયુ નથી. તેમજ સરકાર દ્વારા હેલ્મેટ મરજિયાત કરાયાની કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. જો કે અગાઉ આ મામલે હાઈકોર્ટમાં ગુજરાત સરકારે હેલ્મેટને લઈ યુ ટર્નનું વલણ અપનાવ્યું હતું.
અરજદારે ટ્રાન્સપોર્ટ સચિવનું એક જાહરેનામું કોર્ટ સમક્ષ રજુ કર્યું છે અરજદારની રજૂઆત હતી કે સેન્ટ્રલ મોટર વ્હિકલ એક્ટ 2019ના વિરુદ્ધમાં ગુજરાત સરકાર દ્વારા જનતાને શેહરી વિસ્તારમાં હેલમેટ પેહરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે બનાવેલા કાયદામાં સેકશન 129 મુજબ હેલમેટ ફરજિયાત છે, પરંતુ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એ કાયદાને હાલ મરજિયાત કરવામાં આવ્યો છે.
સેન્ટ્રલ મોટર વ્હિકલ એકટ 1988 સેક્શન 129 મુજબ ટુ વ્હિલ વાહન ચલાવનાર અને પાછળ બેસનાર વ્યક્તિ બંનેએ ફરજીયાત હેલ્મેટ પહેરવાનું હોય છે. જેમાંથી 4 વર્ષ સુધીના બાળકો અને સીખ સમુદાયને આ કાયદામાંથી મુક્તિ આપવામાં આવી છે.
અરજદારે વધુમાં રજૂઆત કરી હતી કે સરકારના આકડા મુજબ વર્ષ 2018માં ભારતમાં 43614 જેટલા લોકોનું હેલ્મેટ અને સીટ બેલ્ટ નહી પેહારવાથી મોત થયું છે. જયારે આ આકડો વર્ષ 2016માં 35975 હતો. એટલે 2 વર્ષમાં 9.10% મૃત્યુઆંક વધી ગયો છે. જો કે અરજદારની રજૂઆત બાદ સરકારી વકીલ તરફ થી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે સરકારે હેલ્મેટ મરજીયાત મામલે કોઈ પરિપત્ર જાહેર કર્યો નથી અને હજુ પણ ગુજરાતમાં હેલ્મેટ પહેરવાનો કાયદો ફરજીયાત છે અને આજે કોર્ટે પણ હેલ્મેટ ફરજીયાત પહેરવાનો આદેશ કર્યો છે.