Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટુ-વ્હીલર ચાલકો સાવધાન! આજથી હેલ્મેટ પહેરવું ફરજિયાત, ચાલક અને પાછળ બેસનાર બંને માટે નિયમ લાગુ

Helmet Rule Tightens Across Gujarat For Safer Rides
Helmet Rule Tightens Across Gujarat For Safer Rides

ગુજરાતમાં ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ પોલીસ તંત્ર ફરી એકવાર ટ્રાફિક નિયમોના પાલન માટે સક્રિય થયું છે. આજથી એટલે કે 1 મે થી 31 મે સુધી સમગ્ર રાજ્યમાં હેલ્મેટ ન પહેરનારા વાહનચાલકો વિરુદ્ધ ખાસ ઝુંબેશ (ડ્રાઈવ) ચલાવવામાં આવશે. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા ટુ-વ્હીલર ચાલકોમાં સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવા અને કાયદાનું ચુસ્ત પાલન કરાવવા માટે આ કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે.
 

ચાલક અને પાછળ બેસનાર બંને માટે નિયમ ફરજિયાત

રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં મોટરસાયકલ કે સ્કૂટર જેવા દ્વિ-ચક્રી વાહન ચલાવનારની સાથે પાછળ બેસનાર વ્યક્તિ માટે પણ હેલ્મેટ પહેરવું હવે અનિવાર્ય છે. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના જણાવ્યા અનુસાર, સુરત શહેરમાં આ નિયમની સફળ અમલવારી બાદ હવે અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરો સહિત સમગ્ર રાજ્યમાં તબક્કાવાર આ આદેશનો કડક અમલ કરવામાં આવશે.
 

સરકારી કર્મચારીઓ માટે પણ કચેરીઓના દ્વારે ચેકિંગ

આ હેલ્મેટ ડ્રાઈવ માત્ર સામાન્ય જનતા પૂરતી મર્યાદિત નથી, પરંતુ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ પણ તેનું ફરજિયાત પાલન કરવું પડશે. તમામ સરકારી કચેરીઓના પ્રવેશદ્વાર પાસે ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવશે જેથી કર્મચારીઓ નિયમનું ઉલ્લંઘન ન કરે તે સુનિશ્ચિત કરી શકાય. શહેર અને જિલ્લાના પોલીસ વડાઓને આ કામગીરી પર સીધી દેખરેખ રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે.

નિયમ ભંગ બદલ રૂ.500નો દંડ

રાજ્યભરમાં આજથી શરૂ થયેલી આ ડ્રાઈવ અંતર્ગત જો કોઈ વાહનચાલક હેલ્મેટ વગર પકડાશે, તો તેને સ્થળ પર જ રૂ.500નો દંડ ફટકારવામાં આવશે. તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં રોજેરોજ કરવામાં આવતી કાર્યવાહીનો અહેવાલ દરરોજ સવારે 8 વાગ્યા સુધીમાં સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચને મોકલવાનો રહેશે. આમ, દંડથી બચવા અને પોતાની સુરક્ષા માટે વાહન ચાલકોને હેલ્મેટ પહેરીને જ નીકળવા અપીલ કરવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જબલપુર ક્રૂઝ દુર્ઘટના: વાવાઝોડાની ચેતવણી છતાં મોટી બેદરકારી, મૃત્યુઆંક 9 પર પહોંચ્યો