Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં અહી આભ ફાટ્યુ, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર

Webdunia
મંગળવાર, 31 ઑગસ્ટ 2021 (17:42 IST)
મેહુલિયાએ લાંબા વિરામ પછી અમદાવાદમાં ફરી એકવાર વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. એસજી હાઇવે પર ધોધમાર વરસાદ શરૂ થયો છે. વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભર બપોરે સમી સાંજ જેવું વાતાવરણ સર્જાયું છે. આ ઉપરાંત  શહેરના સાયન્સ સિટી, સરખેજ, પ્રહલાદનગર, આનંદનગર, સોલા, જશોદાનગર, હાટકેશ્ર, પકવાન ચાર રસ્તા, શીલજ, વસ્ત્રાલ, બોડકદેવ, વેજલપુર, બોપલ, જીવરાજ પાર્ક, બોડકદેવ સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ગાંધીનગર આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે
 
વલસાડ જિલ્લામાં શ્રીકૃષ્ણ જન્મ મહોત્સવ પૂર્ણ થયા બાદ રાત્રે 2 વાગ્યે મેહુલિયાએ ધમાકેદાર એન્ટ્રી મારી હતી. જિલ્લામાં વલસાડ, વાપી, ઉમરગામ પારડી અને કપરાડા તાલુકામાં મેહુલિયો મન મૂકી વરસ્યો હતો. રાત્રે 2 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં 302 મિલિ, વાપી તાલુકામાં 148મિલિ, પારડી 52મિલિ, કપરાડા 72મિલિ, વલસાડ 44મિલિ અને ધરમપુર 13મિલિ વરસાદ નોંધાયો છે.
 
વલસાડ જિલ્લાના ઉમરગામમાં 12 કલાકમાં 12 ઈંચ જેટલો વરસાદ વરસી જતા જળબંબાકારની સ્થિતી સર્જાઈ છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ભરાયા છે.જેના કારણે કલેકટર શ્રીપ્રા આગરે અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી રાહત અને બચાવ કામગીરી માટે અધિકારીઓને જરુરી સૂચનાઓ આપી હતી. 
 
ખેડા જિલ્લાના ખેડા અને માતર નગર અને ગ્રામીણ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. છેલ્લા 1 કલાકથી મધ્યમ ગતિએ વરસાદ પડી રહ્ય છે. માતર અને ખેડા બંને તાલુકાના 90 ગામો વરસાદ છે. ખેડા અને માતર બંને તાલુકામાં વરસાદ શરૂ થતાં ધરતી પુત્રોને બંધાઈ છે.  ખેડા અને માતર તાલુકા વરસાદ આધારિત ડાંગર પકવતા ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે. ખેડા શહેરમાં મુખ્ય દરવાજા બજાર ખેડા બસ સ્ટેન્ડમાં વરસાદી પાણી ભરાયા છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મેડિકલ કોલેજ રેગિંગ : NEET પાસ કરનારો ગામનો એકમાત્ર યુવક હતો અનિલ, કોલેજની રેગિંગે માતાપિતાનો આશરો છિનવી લીધો

IPL 2025: ઋષભ પંતના ખુલાસાથી મચી બબાલ, દિલ્હી કૈપિટલ્સમાંથી છુટા પડવા પર તોડ્યુ મૌન

મહારાષ્ટ્રને ગુજરાત બનાવવા માંગે છે કેન્દ્ર સરકાર, સંજય રાઉતે વોટિંગ પહેલા સરકાર પર સાધ્યુ નિશાન

ભાભીએ તેનાથી 18 વર્ષ નાના દિયર સાથે હોટલમાં બાંધ્યા સબંધ અને... યુવકનું મોત.

Delhi Air Pollution: દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણની સ્થિતિ વણસી, ઘણા વિસ્તારોમાં AQI 500ને પાર, નોઈડા-ગુરુગ્રામમાં પણ શાળાઓ ઑનલાઇન

આગળનો લેખ
Show comments