Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગુજરાતમાં અનેક સ્થાને ગરજ્યાં મેઘરાજા, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ, જુઓ ક્યા ક્યા વરસ્યો વરસાદ

rain in saurashtra
, રવિવાર, 16 જૂન 2024 (11:42 IST)
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 25 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.  રાજ્યના અન્ય વિસ્તારોની વાત કરીએ તો રાજકોટ, વાંકાનેર, વઢવાણ, ધ્રાંગધ્રા, સુરત, ધંધુકા, જેસર,પડધરી, કલોલ, સુબિર, માંગરોળ, અમદાવાદ, દહેગામ, હિંમતનગર વગેરે સ્થળોએ વરસાદી ઝાપટા પડ્યા હતા રાજ્યમાં આગામી છ દિવસ સુધી વરસાદી માહોલ જામેલો રહેશે.
 
આજે સવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. બે કલાકમાં જ ધોધમાર પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંતમાં પોરબંદરમાં પણ અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. તેમજ ભચાઉ, વલસાડ, માણાવદર અને જામજોધપુરમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો.
 
જેતપુરનાં જસદણનાં આટકોટ સહિતનાં વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. સવારથી અસહ્ય ઉકળાટ બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો. આટકોટમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ડાંગ જીલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો હતો. જેમાં વધઈ, આહવા સહિતનાં વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે અંબિકા, પૂર્ણા અને ખાપરી નદીમાં પુરની સ્થિતિ સર્જાવા પામી હતી. માછલી ખાતર, બોરખલ, સોનગીરી, લીંગા, પાંડવા સહિતનાં ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.
 
પોરબંદરમાં મેઘરાજાનું આગમન થતા લોકોમાં ખુશી જોવા મળી હતી. શનિવારે રાત્રિના જોરદાર વરસાદી ઝાપટું પડ્યા બાદ આજે રવિવારે વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં. વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી હતી. ધોધમાર વરસાદથી માર્ગો પર પાણી ફરી વળ્યાં હતાં
 
કચ્છમાં આજે સવારે મુન્દ્રા અને ભુજ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં હળવાં ઝાપટાં પડ્યાં હતાં. મુન્દ્રા તાલુકાના વવારમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું. તો ભુજના ભુજપરમાં પણ વરસાદ થયો હતો.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 32 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ સુરેન્દ્રનગરના વઢવાણમાં 64 મીમી, ભાવનગરના ગારિયાધારમાં 46 મીમી, લખતરમાં 30 મીમી, જેસરમાં 25 મીમી, લાઠીમાં 18 મીમી, લીલિયામાં 19 મીમી વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત મોરબી, નવસારી, તાપી, નર્મદા, વલસાડ, જામનગર, દેવભૂમી દ્વારકા, જૂનાગઢ, પોરબંદર સહિતમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એલોન મસ્કે કહ્યું EVM નો ઉપયોગ બંધ થવો જોઈએ, AI દ્વારા હેક થઈ શકે છે મશીન