baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં વધી રહી છે ગરમી, IMDનું નવું અપડેટ, જાણો કેવું રહેશે આગામી 7 દિવસ હવામાન

Weather
, ગુરુવાર, 20 માર્ચ 2025 (08:57 IST)
ગુજરાતમાં જેમ જેમ માર્ચ મહિનો પસાર થઈ રહ્યો છે તેમ તેમ રાજ્યનું તાપમાન પણ વધી રહ્યું છે. માર્ચ મહિનામાં જ રાજ્યના અનેક શહેરોમાં હીટ વેવ અને તીવ્ર ગરમીની ચેતવણી જારી કરવામાં આવી હતી. આ દિવસોમાં રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 38 ડિગ્રીથી ઉપર છે. તાજેતરમાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે માર્ચના અંત સુધીમાં વિવિધ શહેરોમાં તાપમાનમાં વધારો થવાની સંભાવના છે.

ગરમીમાં વધારો થવાની શક્યતા
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ દરમિયાન રાજ્યમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, ત્યારબાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. આ સાથે જ 20 માર્ચથી 23 માર્ચ સુધી દક્ષિણ ગુજરાત વિસ્તાર અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ​​અને ભેજવાળી હવાના કારણે ગરમીમાં વધારો થવાની સંભાવના છે.

આગામી 7 દિવસમાં કેવું રહેશે હવામાન?
આ સાથે હવામાન વિભાગે જણાવ્યું કે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી હવામાન કેવું રહેશે. IMDની આગાહી અનુસાર, ગુજરાતનું હવામાન 20 માર્ચથી 26 માર્ચ સુધી સૂકું રહેશે. આ સમયગાળા દરમિયાન તાપમાનમાં વધુ ફેરફાર થશે નહીં. આ સમયગાળા દરમિયાન રાજ્યનું તાપમાન 20 થી 38 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે.
 
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ભુજમાં 37 ડિગ્રી, અમરેલીમાં 38, ભાવનગરમાં 36, દ્વારકામાં 32, ઓખામાં 31, પોરબંદરમાં 37, રાજકોટમાં 39, વેરાવળમાં 36, અમદાવાદમાં 37, ડીસામાં 37, સુરેન્દ્રનગરમાં 37, ગાંડીનગરમાં 37, 3338 ડિગ્રી રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gujarat Live News- અમદાવાદના નારોલમાં ભીષણ આગની ઘટના