Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

રાજકોટ અગ્નિકાંડ પર હાઈકોર્ટમાં સુનાવણીઃ કોર્ટે RMC કમિશનરને ફટકારી નોટિસ

rajkot fire
, સોમવાર, 27 મે 2024 (12:23 IST)
હાઈકોર્ટે RMC કમિશનરને નોટિસ ફટકારી છે. હાઈકોર્ટે રાજકોટ મનપા કમિશનરને નોટિસમાં જણાવ્યું છે કે તમને શા માટે જવાબદાર ન ગણવા તેમજ રાજકોટ મનપા કમિશનર જવાબ આપે. ફાયર સેફ્ટી વિના સરકારને પણ કોર્ટ નહીં ચલાવી લે. જેમાં રાજકોટ ગેમઝોન આગકાંડમાં હાઇકોર્ટે આકરુ વલણ અપનાવ્યું છે.

રાજકોટમાં લાગેલી આગમાં મૃત્યુ પામેલા લોકોને ઝડપી ન્યાય મળે તેને લઈ સૌ કોઈ ચિંતિત છે,ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે તાત્કાલિક સુનાવણી હાથધરવામાં આવી છે. જેમાં અરજદારે કહ્યું, રાજકોટ ગેમઝોનમાં લાગેલી આગને લઈને તુરંત રિપોર્ટ તૈયાર કરાય, RMCની જવાબદારી નક્કી કરાય, આ ઘટનામાં મૃત્યુના જવાબદાર લોકોની જવાબદારી નક્કી કરાય. સુપ્રીમ કોર્ટના નિર્દેશોનો ઓથોરિટી દ્વારા અનાદર કરવામાં આવ્યો છે. આ એક વખતની દુર્ઘટના નથી અનેક વખતની દુર્ધટના છે.HC,SCના નિર્દેશ છતાં બેદરકારી રખાય છે,આ અગ્નિકાંડમાં લોકોની હત્યા થઈ છે,નાના અધિકારીઓને સસ્પેન્ડ કરી દેખાડો થાય છે. આવો દેખાડો કરવાનો કોઈ મતલબ નહીં.કોર્ટના આદેશ છતાં નિયમોનું પાલન કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યુ છે.

તક્ષશિલા, શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ બાદ પણ તંત્ર નિદ્વામાં છે.જનતાના હેલ્થની ચિંતાની જેમ ફાયરસેફ્ટીની પણ ચિંતા કરો.જેમાં ગેમઝોનમાં વેલ્ડિંગની કામગીરી ચાલુ હતી તો ગેમઝોન કેમ ચાલુ રખાયો હતો,એન્ટ્રી એરિયા પણ CCTVમાં દેખાય છે,તમને લોકોના જીવની પડી નથી અને તમે વેલ્ડીંગની કામગીરી કરતા હતા,આ કેટલું યોગ્ય છે. વધુમાં અરજદારે કહ્યું હતું કે, બિલ્ડિંગ નિર્માણ દરમિયાનના નિયમો પણ પાળવા પડે, તેમાં પણ ફાયર સેફ્ટીની જોગવાઇ છે, ​​​​​​​આવા કોઈ નિયમ રાજકોટમાં TRP દ્વારા પળાયા નથી.જ્વલનશીલ પદાર્થો કે એક્સપ્લોઝિવનું સ્ટોરેજ કરતી બિલ્ડિંગ જોખમી પ્રકારમાં આવે છે. ભરૂચ ફાયર, રાજકોટ ફાયર, અમદાવાદ ફાયર, હોસ્પિટલમાં આગ, ઓથોરિટી ક્યારે જાગશે? નિયમો છે તેનું પાલન કરાવવાની જવાબદારી કોની? લોકોની હાલત દયનીય છે. જેમાં હાઇકોર્ટ જણાવ્યું છે કે અમને રાજ્યની મશીનરી ઉપર ભરોસો રહ્યો નથી. કોર્ટના નિર્દેશોના ચાર વર્ષ છતાં આવી ઘટનાઓ બને છે. રાજ્ય સરકારના એડિશનલ એડવોકેટ જનરલે કહ્યું કે, તુરંત પગલાં લેવામાં આવ્યા છે. બધા ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા છે. અત્યારે એક પણ ગેમ ઝોન ચાલુ નહીં.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટીઆરપી ગેમ જોન દુર્ઘટના પછી એક્શન મોડમાં સરકાર, 6 અધિકારી સસ્પેંડ