કોઈ પાર્ટીમાં જોડાવાનો છું તે વાત પાયા વિહોણી છે તેમ ભાવનગર આવેલા પાસનાં નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું તેમને એમ પણ કહ્યું હતું કે હવે હું 25 વર્ષનો થઇ ગયો છું અને જેલમાં જઈશ તો પણ 45 વર્ષે પણ પાછો આવીને લડીશ એ પાકું છે. આથી એમ કહી શકાય કે હાર્દિક પટેલે આગામી દિવસોમાં તેઓ આડકતરી રીતે ચુંટણી લડવાનો ઈશારો કર્યો છે. હાર્દિક સામે અગાઉ દિનેશ બાંભણિયાએ જેડીયું સાથે હાથ મિલાવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. ગઈકાલે હાર્દિક NCPમાં જોડાઈ રહ્યો હોવાની હવા ચાલી હતી. જે માટે તે ઘર પણ બદલી રહ્યો હોવાની વાતો વચ્ચે હાર્દિકે પણ ગોળગોળ જવાબો આપ્યા છે. આમ છતાં તેને રાજકારણમાં જોડાઈને ચૂંટણી લડવાના તો સંકેતો આપ્યા છે. હાર્દિક પાટીદાર અનામત ઉપવાસ આંદોલન બાદ શાંત થઈ ગયો છે. હવે તેનો ટાર્ગેટ આગામી લોકસભાની ચૂંટણી હોવાનું અનુમાન છે.
હાર્દિકે ખુલીને સ્પષ્ટતા કરી છે કે, તે ચૂંટણી લડશે પણ કઈ પાર્ટીમાંથી લડશે તેનો કોઈ ખુલાસો થયો નથી. ભાવનગરનાં વલ્લભીપુર તાલુકાના દરેડ ખાતે ખેડૂત સંમેલનમાં હાજરી આપવા આવેલા હાર્દિક પટેલે અનામતની વાત એક બાજુ મૂકીને ખેડૂતોના પ્રશ્નો, બેરોજગારી, રામમંદિર જેવા મુદે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી. તેમને કેશુભાઈ અને કપલ્સર યોજનાને યાદ કર્યા હતા આ ઉપરાંત દર ચૂંટણીમાં કલ્પસરની મુદ્દો લાવવામાં આવે આજ સુધી હજુ અમરેલી ભાવનગરની પાણીની સમસ્યાનો હલ થયો નથી તેમ પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે સરદારનું 3 હજાર કરોડની મૂર્તિના બદલે 3 હજાર કરોડના ખર્ચે પાણીની વ્યવસ્થા થઈ શકી હોત, તેને પ્રહારો કરતા જણાવ્યું હતું કે મોદી ચાર વાર કપડાં બદલે તે લોકોને ગમે હાર્દિક સારા કપડાં પહેરે તો વાતો થાય. આ ઉપરાંત તેમેને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી એ ગુજરાતને 3 લાખ કરોડના દેવામાં ઉતારી દીધું છે, તેને કહ્યું કે હું નાનો હતો ત્યારે મારા દાદા કહેતા દર બે વર્ષે બળદ બદલી નખાય પણ આજે આપણે સરકારમાં બેઠેલા બળદિયાને 22 – 22 વર્ષ રાખ્યા છે જે બળદ હવે ખુંટીયા થઇ ગયા છેજેને બદલવા જ પડે.
તેને સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે મારી સભાઓમાં મસમોટો કાફલો ખડકી દેવામાં આવે છે જાણે કે આતંકવાદીઓની સભા હોય, શા માટે આટલી પોલીસ ખડકી દેવાય છે, લોકોમાં પોલીસનો ડર પેદા કરવા અને લોકો સભામાંના આવે તે માટે. હાર્દિક પટેલે ખેડૂતોને સંબોધન કરતા કહ્યું કે હવે હું 25 વર્ષનો થઈ ગયો છું અને કદાચ સરકાર મને જેલમાં નાખે તો પણ હવે 45 વર્ષે હું પાછો આવીને લડી શકું છું પણ લડવાનું એ ફાઈનલ જ છે આ વાતને એમ કહી શકાય કે હાર્દિક પટેલે આડકતરી રીતે ચૂંટણી લડવાનો સંકેત આપી દીધો છે. હાર્દિક પટેલે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે ચૂંટણી આવતા જ સરકાર મારી ઉપર ખોટા આક્ષેપો કરે છે પરંતુ હું કોઈ પક્ષમાં જોડાવવાનો નથી. ભાવનગરમાં ખેડૂતોના પ્રશ્નોને લઇને આ સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો અને આગેવાનો હાજર રાહ્યા હતા અને પોલીસ દ્વારા પણ સભા સ્થળ પર મસમોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.