Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

પાલનપુર ખાતે શહિદ થયેલા પાટીદારોના પરિવારને ન્યાય અપાવવાની લડતમાં હાર્દિક જોડાયો

પાલનપુર ખાતે શહિદ થયેલા પાટીદારોના પરિવારને ન્યાય અપાવવાની લડતમાં હાર્દિક જોડાયો
, બુધવાર, 13 જૂન 2018 (17:41 IST)
મંગળવારે થયેલા પાટીદારોના ધરણાના બીજા દિવસે હાર્દિક પટેલ જોડાયો હતો. ધરણા સ્થળે આવી પહોંચેલા હાર્દિક પટેલને જોઇ સમગ્ર વિસ્તાર જય સરદાર જય પાટીદારના નાદથી ગુંજી ઉઠ્યો હતો. બનાસકાઠા જિલ્લામાં અનામત આંદોલન વખતે શહીદ થયેલા શહીદોના પરિવારોને છેલ્લા ત્રણ વર્ષથી સરકાર ન્યાય આપવાની વાત કરી રહી છે, પરંતુ ન્યાય આપતી નથી ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાટીદાર સમાજ પાલનપુર શહેરની જોરાવર પેલેસમાં આવેલી કલેક્ટર કચેરીની બહાર ધરણા યોજી ન્યાયની લડતને લઇ મંગળવારે મેદાને ઉતર્યા છે. જ્યારે તેમની માંગનો સ્વીકાર ન કરાતા પાટીદારો બીજા દિવસે બુધવારે પણ ધારણા યથાવત રાખ્યા હતા.પાટીદાર અનામત આંદોલન વખતે થયેલા ગોળીબાર ને લઈ ગુજરાત સરકારે ત્રણ વખત દીધું કે અમે સીઆઇડીને તપાસ સોંપી છે તો કોઈ રિપોર્ટ આપ્યો શું કામ નથી. હાઇકોર્ટે પણ સ્વીકાર્યું કે પોલીસે ખોટી રીતે ગોળીબાર કર્યો છે. સીઆઇડીએ તમામ રિપોર્ટ એવા આપ્યા ઘરના ભૂવા ને ઘરના ડાકલા પ્રમાણે કે કોઈ કોઈ પોલીસ ફાયરિંગમાં કોઈનું મોત થયું નથી. આ વિધાનસભાની અંદર બોલેલા શબ્દો છે. મને એ ખબર નથી પડતી કે તપાસ થઈ છે કે નથી થઈ. તપાસ થઈ હોય તો આપ જાહેર કરો કે આટલી તપાસ થઈ નથી. થયું તો જાહેર કરો. પ્રશ્ન એ છે કે અમે આટલી એટલે રજૂઆત કરીએ છીએ તો પણ સરકાર શા માટે સાંભળતી નથી.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

HDFC બેંકના ATM દ્વારા નહી કરી શકો ટ્રાંજેક્શન, બંધ રહેશે સર્વિસ