Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજકેટની પરીક્ષાનું પરિણામ કરાયું જાહેર

Gujcet Result 2021 To Be Announced
, શનિવાર, 21 ઑગસ્ટ 2021 (10:10 IST)
result.gseb.org વેબસાઇટ પર વિદ્યાર્થીઓ જોઇ શકશે પરિણામ
99 પર્સેન્ટાઇલ ધરાવતા A ગ્રુપનાં 474 વિદ્યાર્થીઓ
99 પર્સેન્ટાઇલ ધરાવતા B ગ્રુપનાં 678 વિદ્યાર્થીઓ
98 પર્સેન્ટાઇલ ધરાવતા A ગ્રુપનાં 940 વિદ્યાર્થીઓ
98 પર્સેન્ટાઇલ ધરાવતા B ગ્રુપનાં 1,347 વિદ્યાર્થીઓ
96 પર્સેન્ટાઇલ ધરાવતા A ગ્રુપનાં 1,853 વિદ્યાર્થીઓ
96 પર્સેન્ટાઇલ ધરાવતા B ગ્રુપનાં 2,701 વિદ્યાર્થીઓ
92 પર્સેન્ટાઇલ ધરાવતા A ગ્રુપનાં 3,707 વિદ્યાર્થીઓ

6 ઓગસ્ટના રોજ લેવાયેલી ગુજકેટની પરીક્ષાનું આજે સવારે 10 વાગ્યાથી result.gseb.org પર વિદ્યાર્થીઓ ગુજકેટનું પરિણામ જોઈ શકશે. વિદ્યાર્થીઓ બેઠક ક્રમાંકના માધ્યમથી પરિણામ જાણી શકાશે. ધોરણ 12 સાયન્સ પછી ડીગ્રી એન્જીનીયરીંગ અને ડીગ્રી / ડિપ્લોમ ફાર્મસીના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે.
 
કુલ 4 વિષયો ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને ગણિતની પરીક્ષા લેવાઇ હતી. 120 મિનિટનું ભૌતિક અને રસાયનશાસ્ત્રનું સંયુક્ત પેપર લેવાયું હતું. ભૌતિક અને રસાયણશાસ્ત્રના પેપરમાં 40 - 40 પ્રશ્નો પુછાયા હતા, બંને પેપર 40 - 40 માર્કના હતા. જીવવિજ્ઞાન અને ગણિતનું પેપર અલગ અલગ પુછાયુ હતું. જીવવિજ્ઞાનનું પેપર 40 માર્કનું, 40 સવાલ પુછાયા હતા, જેના માટે 60 મિનિટ ફાળવાઈ હતી. ગણિતનું પેપર 40 માર્કનું, 40 સવાલ પુછાયા, જેના માટે 60 મિનિટ ફાળવાઈ હતી. ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં બહુવિકલ્પીય પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા ની પરીક્ષા લેવાઇ હતી. 
 
ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ કુલ 3 ભાષમાં ગુજકેટની પરીક્ષા લેવામાં આવી હતી. ગુજકેટની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને બે માર્કની લ્હાણી કરવાની ફરજ પડી છે. ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના પેપરમાં 2 પ્રશ્નોમાં ભૂલ હોવાથી 1 - 1 એમ કુલ બે માર્ક તમામને આપવાનો નિર્ણય કરાયો હતો. પ્રશ્નપત્ર સેટ નંબર 1 માં 44મો અને 75મો પ્રશ્નમાં ભૂલ હોવાનું સામે આવતા તમામને બે માર્ક અપાશે. 
 
ઉલ્લેખનીય છે કે ડીગ્રી એન્જીનીયરીંગ તેમજ ડિપ્લોમા / ડીગ્રી ફાર્મસીમાં પ્રવેશ માટે 6 ઓગસ્ટના રોજ ગુજકેટની પરીક્ષા લેવાઈ હતી, જેમાં 1.17 લાખ જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. હજુ સુધી ગુજકેટનું પરિણામ ના આવ્યું હોવાથી ધોરણ 12 સાયન્સ બાદ ડીગ્રી એન્જીનીયરીંગમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની મુદત 16 ઓગસ્ટથી વધારીને 22 ઓગસ્ટ સુધી વધારવાની ફરજ પડી હતી. 
 
આ સિવાય 12 સાયન્સ બાદ ફાર્મસીમાં પણ પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશનની અવધિ 24 ઓગસ્ટથી વધારીને 1 સપ્ટેમ્બર કરાઈ હતી. અત્યાર સુધી ગુજકેટનું પરિણામ જાહેર ન થયું હોવાથી રજિસ્ટ્રેશનની મુદતમાં વધારો કરવાનો નિર્ણય લેવાની ફરજ પડી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તાયફાપ્રેમી ભાજપ પાર્ટી દ્વારા આયોજિત નવો "જન આશીર્વાદ યાત્રા" નામનો તાયફો ખરેખર તો "જન અપમાન યાત્રા" છે" આપ