UPSCમાં અમદાવાદના 3 સહિત ગુજરાતમાંથી 31 ઉમેદવારો પાસ
, બુધવાર, 22 ફેબ્રુઆરી 2017 (15:59 IST)
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) દ્વારા લેવાયેલી જુદી-જુદી કેડર માટેની સિવિલ સર્વિસની પરીક્ષાનું બીજા તબક્કાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાંથી કુલ 31 ઉમેદવારો પાસ થયાની પ્રાથમિક માહિતી મળી છે. અમદાવાદીઓ માટે ગૌરવની વાત એ છે કે ગુજરાતના કુલ 31 ઉમેદવારોમાંથી ત્રણ ઉમેદવારો અમદાવાદના મોહિત પંચાલ, તુષાર પટેલ અને સાગર માલવિયા છે. બીજા તબક્કામાં દેશભરમાંથી કુલ 2961 ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે. ત્રીજા તબક્કા માટે 20મી માર્ચના રોજ ઇન્ટરવ્યુ લેવાશે. તમામ ઉમેદવારોના 1079 જગ્યા માટે ઇન્ટરવ્યુ લેવાશે.
યુપીએસસીની તરફથી આયોજીત સિવિલ સેવાની આ પરીક્ષા આઇએએસની પસંદગીના બીજા તબક્કાની હોય છે. આમાં સફળ થનાર ઉમેદવારો ત્રીજા તબક્કા એટલે કે ઇન્ટરવ્યુ માટે પસંદ કરાયા છે. ત્રીજા તબક્કામાં સફળ ઉમેદવારોને ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) માટે પસંદ કરાય છે. પરીક્ષાનું પરિણામ જોવા માટે ઉમેદવારો યુપીએસસીની વેબસાઇટ (upsc.gov.in) પર જોઇ શકાશે. બીજા તબક્કાની પરીક્ષા 3થી 9મી ડિસેમ્બર, 2016ના રોજ આયોજીત થઇ હતી. મળતી માહિતી પ્રમાણે ત્રણ પરીક્ષાર્થીઓનું પરીક્ષા પરિણામા રોકી દેવામાં આવ્યું છે. પરીક્ષામાં નાપાસ થનારના પરિણામની જાહેરાત 15 દિવસમાં આયોગની વેબસાઇટ પર જોઇ શકે છે. આપને જણાવી દઇએ કે યુપીએસનની આ પરીક્ષાના માધ્યમથી લાખો યંગ સિવિલ સર્વિસીસ, વિદેશ સર્વિસ, અને પોલીસ સર્વિસ માટે પોતાનું નસીબ અજમાવે છે. અગાઉ આજનું પરિણામ 15મી જાન્યુઆરીના રોજ જાહેર થવાની ચર્ચા હતી, પરંતુ ગયા વર્ષે પણ યુપીએસસી એ 19મી ફેબ્રુઆરીના રોજ પરિણામ જાહેર કર્યું હતું.
ગુજરાતમાંથી પાસ થનાર વિદ્યાર્થીઓના નામની યાદી
1. પંકજ દેસાઈ
2. ચિરાગ ભોરાણિયા
3. હિમાલા દોશી
4. રાજતનિલ સોલંકી
5. અંકુર દેસાઈ
6. દેવેન કેશવાલા
7. સંદીપ વર્મા
8. મોહિત પંચાલ
9. તુષાર પટેલ
10. સાગર માલવિયા
આગળનો લેખ