Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

પોરબંદરની દરિયાઈ સીમામાંથી કરોડોની કિંમતનું ડ્રગ્સ ઘૂસડતા 9 ઝડપાયા

પોરબંદરની દરિયાઈ સીમામાંથી કરોડોની કિંમતનું ડ્રગ્સ ઘૂસડતા 9 ઝડપાયા
, બુધવાર, 27 માર્ચ 2019 (12:57 IST)
દેશમાં ગુજરાતની દરિયાઈ સીમા અંગે અનેકવાર અવનવા તર્કવિતર્કો તથા રહે છે. અહીંથી પાકિસ્તાન દ્વારા ગુજરાતના માછીમારોનું અપહરણ કરવામાં આવે છે અથવા તો કોઈ ઘૂસણખોરી કરતો શખ્શ પણ પકડાવાની ચર્ચાઓ પણ સાંભળવા મળે છે. ત્યારે હવે એક નવી બાબત અહીં પ્રકાશમાં આવી છે. દેશમાં લોકસભાની ચૂંટણી ટાણે જ ગુજરાતમાં ઘૂસાડાતાં કરોડના ડ્રગ્સ કૌભાંડનો પદાર્ફાશ થયો છે. 
ગુજરાતની દરિયાઈ જળસીમા પોરબંદર નજીક ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમે નવ ડ્રગ્સ માફિયાઓને ઝડપી લીધા છે. એટીએસની ટીમે દરિયામાં શંકાસ્પદ પ્રવૃત્તિની બાતમીના આધારે કોસ્ટગાર્ડની મદદથી ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસ અને કોસ્ટગાર્ડની ટીમોએ ડ્રગ્સ ભરેલા જહાજને ઘેરી લેતા માફિયાઓએ વિસ્ફોટ કરી જહાજને ઉડાવી દીધું હતું. આશરે 500 કરોડનું ડ્રગ્સ ગુજરાતમાં લવાતું હતું. 
એટીએસની અને કોસ્ટગાર્ડની ટીમોએ ડ્રગ્સ માફિયાની પુછપરછ શરૂ કરી છે. પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ પરથી ડ્રગ્સ મોકલાયું હતું. પાકિસ્તાનના હમીદ મલિક નામના શખ્સે મોકલ્યું હતું. ઝડપાયેલા તમામ નવ શખ્સ ઈરાની નાગરીક છે. ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરી છે. 
આ કન્સાઇનમેન્ટ ભારતમાં જે વ્યક્તિ મેળવવાનો હતો તેની પણ માહિતી સામે આવી છે. એટીએસ તરફથી બહુ ઝડપથી આ વાતનો ખુલાસો કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે ડ્રગ્સ માફિયા રૂ. 500 કરોડના ડ્રગ્સ સાથે બોટમાં સવાર હતા. અથડામણ દરમિયાન ડ્રગ્સ હાથમાં ન આવે તે માટે માફિયાઓએ પોતાની બોટને ઉડાવી દીધી હતી. ગુજરાતી એટીએસ અને ઇન્ડિયા કોસ્ટગાર્ડની ટ્રેપમાં ફસાયા બાદ પુરાવાનો નાશ કરવા માટે માફિયાઓએ બોટને ઉડાવી દીધી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતના વરાછામાં લોકોનો પાણી બીલના વિરોધમાં ચૂંટણી બહિષ્કાર