રાજકોટમાં ઉંમરલાયક સાસુ વહુએ સ્વિમિંગ પુલમાં એક્વાયોગ કર્યાં
, બુધવાર, 21 જૂન 2017 (11:37 IST)
આજે વિશ્વ યોગ દિવસના પ્રસંગે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા સ્વિમિંગ પુલમાં એક્વાયોગનું આયોજન કરાયું છે. આ આયોજનમાં 792 મહિલાઓએ યોગ કર્યાં હતાં. અહીં મહત્વની વાત એ છે કે જે લોકો ઉંમરલાયક હોય અને યોગ કરે એ નવાઈની વાત છે. જ્યારે 82 વર્ષના સાસુ અને 52 વર્ષની વહુએ એક સાથે રેસકોર્ષના સ્વિમિંગ પુલમાં એક્વા યોગ કર્યા હતા.
કાશી વિશ્વનાથ પ્લોટમાં રહેતા 82 વર્ષીય ભદ્રાબેન દેસાઇ દરરોજ સ્વિમિંગ અને યોગ કરે છે. એટલું જ નહીં નેશનલ કેમ્પિટીશનમાં 80 વર્ષની કેટેગગીમાં બે-બે વખત ગોલ્ડ મેડલ પણ મેળવ્યા છે. ભદ્રાબેનના વહુ મીરાબેન દેસાઇએ જણાવ્યું હતું કે, મારા સાસુને 69 વર્ષની વયે સ્વિમિંગ કરવાનો શોખ થયો હતો. સામાન્ય રીતે તેમની ઉંમરના લોકો મંદિરે જતા હોય છે પરંતુ બા અચાનક એક દિવસ રેસકોર્ષમાં આવેલા સ્વિમિંગ પુલ પહોંચી ગયા અને સ્વિમિંગ શિખવા લાગ્યા. છેલ્લા 12 વર્ષથી બા સ્વિમિંગ કરી રહ્યા છે.
આગળનો લેખ