Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગુજરાતમાં વીજળી પડતાં 11 લોકો સહિત 21 પશુઓના મોત, ખેતરમાં કામ કરતી આઠ મહિલાઓ દાઝી

lightning
, રવિવાર, 26 નવેમ્બર 2023 (21:35 IST)
ગુજરાતમાં આજે અનેક તાલુકાઓમાં માવઠુ થયું છે. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે થયેલા વરસાદથી ખેતરોમાં ઉભા પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. બીજી તરફ માવઠા સાથે વીજળી પડવાની પણ ઘટનાઓ બની છે. જેમાં રાજ્યમાં 11 લોકો અને 21 પશુઓના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. તે ઉપરાંત ખેતરમાં કામ કરતી મહિલાઓ પર વીજળી પડતાં દાઝી હોવાની માહિતી પણ મળી રહી છે.

રાજ્યમાં માવઠા દરમિયાન વીજળી પડતાં સુરેન્દ્રનગર જિલ્લામાં એક, અમરેલીના જાફરાબાદમાં એક કિશોરી, બરવાળામાં 22 વર્ષિય યુવક, ભરૂચના હાંસોટમાં માછીમારી કરવા ગયેલા દાદા અને પૌત્રી, મહેસાણાના કડીમાં એક વ્યક્તિ, વિરમગામમાં એક યુવક, જ્યારે દાહોદમાં પણ એક આધેડ ઝાડ નીચે ઉભા હતાં અને વીજળી ત્રાટકતાં તેમનું મૃત્યુ થયું છે.

સાબરકાંઠાના ઈડરમાં ખેતરમાં કામ કરતી મહિલા પર વીજળી પડતાં તેનું મૃત્યુ થયું હતું. સુરતના કાડોદમાં ખેતમજૂર મહિલાનું મૃત્યુ થયું છે. જ્યારે બનાસકાંઠામાં વીજળી પડતાં આઠ વર્ષની બાળકીનું મૃત્યુ થયું છે. ચુડાના ભાણેજડા ગામમાં પણ એક વ્યક્તિનું વીજળી પડતાં મૃત્યુ થયું હોવાની વિગતો મળી છે. બીજી તરફ પશુઓના મોતની વાત કરીએ તો સુરેન્દ્રનગરના ચુડાના ભાણેજડામાં વીજળી પડવાની ઘટના બની હતી. જેમાં ત્રણ ભેંસ અને એક ગાયનું મોત થયું છે.

અમદાવાદના દસ્ક્રોઇ તાલુકામાં પણ બે ભેંસના મોત થયા છે. કડીમાં વીજળી પડતાં વાડામાં બાંધેલા 3 પશુના વીજળી પડવાની મોત થયા છે. ખેડાના ઘોઘાવાવ ગામાં વીજળી પડતાં 10 પશુના મોત નીપજ્યાં છે. બનાસકાંઠાના ખારિયામાં વીજળી પડતાં ભેસનું મોત નીપજ્યું છે. મહેસાણા જિલ્લામાં વીજળી પડતાં ઉંટનું મોત થયું છે. અરવલ્લી જિલ્લામાં મેઘરજના ખાખરિયામાં વીજળી પડતા મકાઇનો ચારો બળીને ખાખ થયો હતો.

સુરતના બારડોલી તાલુકાના મઢી ગામમાં કમોસમી વરસાદ દરમિયાન વીજળી પડવાની ઘટના બની. જેના કારણે ખેતરમાં વીજળી પડતા ખેતમજુરો દાઝી ગયા હતા. જેમને તરત જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટના સમયે જ્યાં વીજળી પડી તે વિસ્તારમાં શ્રમિક મહિલાઓ કામ કરી રહી હતી જેમના પર વીજળી પડી હતી. આઠેક મહિલાઓ આ દુર્ઘટનાનો ભોગ બની હતી જે પૈકી એક મહિલાને ગંભીર ઇજા થઇ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 6 તાલુકામાં વરસાદ, સૌથી વધુ તલાલામાં 1.8 ઈંચ