Webdunia - Bharat's app for daily news and videos

Install App

પરીક્ષાઓને લઈને ગુજરાત યુનિવર્સિટીનો મોટો નિર્ણય, પરીક્ષા માટે આપ્યા બે વિકલ્પ

Webdunia
મંગળવાર, 11 જાન્યુઆરી 2022 (14:00 IST)
ગુજરાત યુનિવર્સિટીમાં શિયાળુ સત્રની પરીક્ષા શરુ થવાની હતી, પરંતુ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોવાથી ગુજરાત યુનિવર્સિટીએ ઓનલાઇન અને ઓફલાઈન પરીક્ષાનો વિકલ્પ આપવાનો નિર્ણય કર્યો છે. પરીક્ષાનું ટાઈમ ટેબલ ગુજરાત યુનીવર્સિટી દ્વારા અગામી સમયમાં વિગતવાર જાહેર કરવામાં આવશે.

<

પ્રવર્તમાન ઓમિક્રોન/કોવિડ-૧૯ મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ગુજરાત યુનિવર્સિટીની આગામી પરીક્ષાઓ વિદ્યાર્થીઓની પસંદગી પ્રમાણે ઓનલાઇન તથા ઓફ્લાઈન બન્ને વિકલ્પ તરીકે લેવાનું નક્કી કરેલ છે, જેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે.

— Gujarat University (@gujuni1949) January 11, 2022 >
 
ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતભરના અનેક જિલ્લાઓના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, ત્યારે કોરોનાનું સંક્રમણ વધતા તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા એક સાથે ઓફલાઈન લેવી શક્ય નથી. જેને પગેલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બે વિકલ્પ આપવામાં આવ્યા છે. જેમાં ઓફલાઈન પરીક્ષામાં કેન્દ્ર પર આવીને પરીક્ષા આપવાની રહેશે, જ્યારે ઓનલાઈન પરીક્ષામાં વિદ્યાર્થી પોતાના ઘરેથી પરીક્ષા આપી શકશે.
 
આ પરીક્ષાને લઈને પરીક્ષા વિભાગ દ્વારા તૈયારી શરુ કરી દેવામાં આવી છે. વિગતવાર પરીક્ષાનો કાર્યક્રમ યુનિવર્સિટી જાહેર કરશે, જે બાદ ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવશે બાદમાં પરીક્ષા યોજવામાં આવશે.
 
 

સંબંધિત સમાચાર

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

યોગી આદિત્યનાથે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી પર નિવેદન આપ્યું

સ્પેનમાં આવેલા ભયાનક પૂર પછી રસ્તા પર ઉતર્યા લોકો

દિલ્હીમાં ‘અતિશય ખરાબ’ શ્રેણીમાં પહોંચ્યું પ્રદૂષણ, પાકિસ્તાનમાં પણ હવા ખરાબ

યુવકે પરિણીત યુવતીને હોટલમાં બોલાવી, કહ્યું- હું તારી સાથે છું..., પછી જે થયું તે માનવામાં નહીં આવે

હિજાબ પછી દાઢી પર હંગામો! કોલેજના નિયમોને લઈને કેમ થયો વિવાદ? મુખ્યમંત્રીએ દરમિયાનગીરી કરી

આગળનો લેખ
Show comments