Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગુજરાતમાં પાંચ વર્ષમાં સ્ટેટ હાઈવેની લંબાઈ 4૦0 કિલોમીટર ઘટી!

ગુજરાતમાં પાંચ વર્ષમાં સ્ટેટ હાઈવેની લંબાઈ 4૦0 કિલોમીટર ઘટી!
, શનિવાર, 6 જાન્યુઆરી 2018 (12:32 IST)
ગુજરાત રાજ્ય ગમે તેટલું ગતિશીલ હોય, પરંતુ રાજ્યમાં છેલ્લા વર્ષમાં એક કિલોમીટર જેટલોય સ્ટેટ હાઈવે બન્યો નથી. એટલું જ નહીં ઊલટી ગંગા વહેતી હોય એમ પાંચ વર્ષ દરમિયાન રાજ્યમાં સ્ટેટ હાઈવેની લંબાઈ ઘટી ગઈ છે. આ વિગત રિઝર્વ બેન્કના 'હેન્ડબૂક ઓફ સ્ટેસ્ટિક ઓફ ઈન્ડિયન સ્ટેટ' રિપોર્ટમાં રજૂ થઈ છે. આ રિપોર્ટ વળી રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારના રોડ-પરિવહન મંત્રાલયના આધારે તૈયાર કર્યો છે. રિપોર્ટ પ્રમાણે વર્ષ 2015-૧6થી વર્ષ 2016-17 વચ્ચે બાર મહિનામાં ગુજરાતમાં સ્ટેટ હાઈવે બન્યો જ નથી.

૨૦૧૫-૧૬માં ગુજરાતમાં સ્ટેટ હાઈવેની લંબાઈ 18017 કિલોમીટર હતી, એ યથાવત છે. આગલા વર્ષે એટલે કે 2013-14 દરમિયાન રાજ્યમાં રોડની લંબાઈ 18506 હતી. એનો અર્થ એવો થયો કે એક વર્ષમાં રાજ્યનો સ્ટેટ હાઈવે 489 કિલોમીટર જેટલો ઘટયો હતો. એ ઘટાડો વળી સતત જોવા મળ્યો છે. પાંચ વર્ષ પહેલા એટલે કે વર્ષ 2011-12મા રાજ્યના સ્ટેટ હાઈવેની લંબાઈ 18421કિલોમીટર હતી. એટલે કે 2011-12થી 2015-16 દરમિયાન રાજ્યનો હાઈવે 404 કિલોમીટર ઘટી ગયો છે. દર વર્ષે રાજ્યો દ્વારા પોતાના અમુક હાઈવેને સ્ટેટ હાઈવેમાંથી નેશનલ હાઈવેમાં તબદીલ કરવા કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મળતો હોય છે. સંભવતઃ ગુજરાતમાં રોડ ઘટયો તેનું કારણ સ્ટેટ હાઈવેમાંથી નેશનલ હાઈવેમાં કન્વર્ઝેશન હશે. વર્ષ 2017 દરમિયાન જ વડા પ્રધાને રાજ્યના આઠ હાઈવેને વડા પ્રધાને નેશનલ હાઈવે જાહેર કર્યા હતા. તેની કુલ લંબાઈ 1200 કિલોમીટર હતી. પરંતુ આ આંકડા 2016 સુધીના છે. બીજી તરફ રાજ્યના કુલ રોડ નેટવર્કમાં પાંચ વર્ષ દરમિયાન 26099 કિલોમીટરની વૃદ્ધિ થઈ છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને હાંકી કાઢવા લોકમાંગ