Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગુજરાત ST બસને મળશે રફતાર, નિગમમાં ડ્રાઈવરની ભરતીની પ્રક્રિયા પૂર્ણ થઈ, પૂરતો સ્ટાફ મળવાથી બંધ રૂટ પરની બસો શરૂ થશે

ગુજરાત ST બસને મળશે રફતાર, નિગમમાં ડ્રાઈવરની ભરતીની પ્રક્રિયા પૂર્ણ થઈ, પૂરતો સ્ટાફ મળવાથી બંધ રૂટ પરની બસો શરૂ થશે
, બુધવાર, 29 ડિસેમ્બર 2021 (16:59 IST)
ગુજરાત વાહન વ્યવહાર વિભાગ ગાડી હવે ગતિ પકડશે. કારણકે નિગમની બસોમાં ડ્રાઇવરની ભરતી પ્રક્રિયા પૂર્ણ થવાથી નિગમને નવા 2249 ડ્રાઇવર મળ્યા છે, જે ફરજ પર હાજર પણ કરી દેવામાં આવ્યા છે. જોકે હજુ કંડક્ટરોની ભરતી પ્રક્રિયા બાબતે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, તેની પ્રક્રિયા હજુ બાકી છે. જે આગામી ટૂંકા સમયમાં પૂર્ણ કરવાનો નિગમના સત્તાધીશો દાવો કરી રહ્યા છે. જે બાદ નિગમના ડ્રાઇવરો અને કંડક્ટરો પર કામનું ભારણ ઘટશે.
 
 
ગુજરાતમાં વ્યવહાર વિભાગ તરફથી વર્ષ 2019 માં ડ્રાઇવરની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જોકે કોરોનાના કારણે તેમાં વિલંબ સર્જાયો. પરંતુ હવે પરિસ્થિતિ સામાન્ય બનવા જઈ રહી છે ત્યારે રેલવે ભરતી પ્રક્રિયાને આગળ વધારતા ડ્રાઇવરોની ભરતીની પ્રક્રિયા પૂર્ણ કરી છે. જેમાં 2249 જેટલા નવા ડ્રાઇવર નિગમને મળ્યા છે. અગાઉ નિગમની બસોમાં નિગમમાં કુલ 13 હજાર 36 ડ્રાઇવર હતા, જેમાં નવા 2249 ડ્રાઇવર નવા ઉમેરાયા છે. ડ્રાઇવરની ભરતી માટેની ગામ પાસે કુલ 22313 જેટલી અરજીઓ આવી હતી. જે પૈકી 17226 ઉમેદવારો ઓટોમેટીક ડ્રાઈવિંગ ટેસ્ટ લેવામાં આવ્યા હતા જેમાંથી 6740 ઉમેદવારો પાસ થયા. પાસ થયેલ ઉમેદવારો ના અનુભવ અને શૈક્ષણિક લાયકાત ના આધારે મેરિટ તૈયાર કરવામાં આવ્યું હતું. જે બાદ મેરિટમાં ટોપ પર અવનાર ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. 
 
સાથે સાથે નિગમમાં 2389 કંડક્ટરની ભરતી માટે પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું પરિણામ જાહેર કરતા કુલ 13878 ઉમેદવાર પાસ થયા છે કંડક્ટરની ભરતી માટે 1 લાખ 24 હજાર 411 અરજી આવી હતી. જે પૈકી પરીક્ષા આપવા પાત્રતા ધરાવનાર 35849 ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવી હતી. લેખિત પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરીફિકેશનની કામગીરી કરવામાં આવશે, જે બાદ તેમનું મેરિટ તૈયાર કરવામાં આવશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Mercedes-Maybach તમે ઘારો છો તેનાથી પણ ઓછી છે પીએમ મોદીની નવી કારની કિમંત, જાણો કેમ પ્રધાનમંત્રીના કાફલામાં સામેલ કરી છે આ કાર ?