Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

જાણો ક્યારથી અને ક્યાં ગુજરાત એસ.ટી.ની 40 વોલ્વો AC સીટર-સ્લીપર બસો દોડશે

જાણો ક્યારથી અને ક્યાં ગુજરાત એસ.ટી.ની 40 વોલ્વો AC સીટર-સ્લીપર બસો દોડશે
, શુક્રવાર, 21 ઑગસ્ટ 2020 (15:02 IST)
રાજ્યમાં કોરોનાના કેસો આવવા લાગતા 22 માર્ચથી એસ.ટી. સેવા બંધ કરવામાં આવી હતી. પરંતુ 1 જૂનથી શરૂ થયેલી અનલોક-1 પ્રક્રિયા સાથે એસ.ટી. બસ ચાલુ કરવામાં આવી હતી. જો કે એસી અને વોલ્વો બસોનું સંચાલન શરૂ કર્યું નહોતું. જેને હવે આવતીકાલથી શરૂ કરવામાં આવશે. એસ.ટી.નિગમ દ્વારા 22 ઓગસ્ટથી વોલ્વો અને AC એસ.ટી. બસોનું સંચાલન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પ્રથમ તબક્કામાં 40 બસો દોડાવવામાં આવશે. આ સિવાય સુરતથી એસ.ટી. બસોનું જે સંચાલન સ્થગિત કરી દેવામાં આવ્યું હતું તે આજથી(21 ઓગસ્ટ)થી શરૂ થઈ ગયું છે. આ પહેલા ગુજરાત એસ.ટી.નિગમ દ્વારા સમગ્ર રાજ્યમાં 189 વોલ્વો અને AC એસ.ટી. બસો દોડાવવામાં આવી હતી. જેને કોરોના મહામારીને કારણે 22 માર્ચથી બંધ કરવામાં આવી હતી. પ્રિમિયમ ST બસોમાં કુલ વોલ્વોની 17 બસ અમદાવાદના નહેરૂનગરથી વડોદરા, અમદાવાદથી રાજકોટ અને નેહરૂનગરથી નવસારી વચ્ચે શરૂ કરાશે. આ સિવાય AC સીટરની કુલ 13 અને AC સ્લીપરની કુલ 10 બસને દોડાવવામાં આવશે. બીજી બાજુ આજથી સુરત ST ડેપોમાંથી બસ સેવા શરૂ કરવામાં આવી છે. બસમાં મુસાફરી માટે સુરત બસ સ્ટેન્ડ આવતાં તમામ મુસાફરોનું થર્મલ સ્કેનિંગ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવે છે. સાથે જ સેનિટાઈઝરની પણ સુવિધા ઊભી કરવામાં આવી છે. ST વિભાગ દ્વારા બસ સેવા સાથે જોડાયેલા ડ્રાઈવર કંડક્ટર સહિતના સ્ટાફને પણ કોરોનાથી ચેતવા લેવાના પગલા અંગે સૂચના આપવામાં આવી છે.સુરત નજીકથી અપડાઉન કરતાં મુસાફરો છેલ્લા 25 દિવસથી અટવાતા હતાં. જો કે ST બસ સેવા ફરીથી શરૂ થતાં મુસાફરોને રાહત થઈ છે. અપડાઉન કરનારા લોકો પણ હવે ST બસ સેવા પૂર્વવત થતાં ફરીથી લાભ લેતા થઈ ગયા છે. બસમાં દરેક મુસાફર માસ્ક પહેરી રાખે તે જોવાનું પણ કંડક્ટરને કહી દેવામાં આવ્યું છે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગણેશ ચતુર્થીમાં આ વખતે બે ફૂટની મૂર્તિનું ઘરમાં જ સ્થાપન કરી શકાશે