Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

સરકારી કંપનીમાં માત્ર ડ્રાઇવરની પોસ્ટ પણ સંપત્તિ કરોડોની! CBI તપાસ કરાવવા માગ

સરકારી કંપનીમાં માત્ર ડ્રાઇવરની પોસ્ટ પણ સંપત્તિ કરોડોની! CBI તપાસ કરાવવા માગ
, બુધવાર, 27 જૂન 2018 (11:39 IST)
ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવેલ એક પીટિશનમાં રાજ્ય સરકાર હસ્તકની ગુજરાત સ્ટેટ પેટ્રોલીયમ કોર્પોરેશન લી.ના ભૂતપૂર્વ ડ્રાઈવર પાસે આવક કરતા વધુ સંપત્તિ હોવાથી તેની CBI તપાસ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. આ અપીલમાં રાજ્યના એન્ટી કરપ્શન બ્યુરોએ આ કેસમાં તપાસ આગળ જ ન વધારી હોવાનું કારણ પણ જણાવાયું હતું. આ પીટિશનમાં કથીત વધુ સંપત્તિના કેસને સીબીઆઈને ટ્રાન્સફર કરવાની મગાણી કરવામાં આવી છે. આ સાથે જ આરોપ મુકવામાં આવ્યો છે કે ACB દ્વારા આ કેસની તપાસ એટલે પડતી મૂકવામાં આવી છે કે તે સંપત્તિ હકીકતમાં ગુજરાતના ભૂતપૂર્વ ચીફ સેક્રેટરીની છે.પીટિશન કરનાર વિરલગીરી ગોસ્વામીએ આરોપ મુક્યો છે કે તેના દ્વારા આપવામાં આવેલ માહિતી આધારે ACBએ જાન્યુઆરી 2017માં ભરતગીરી ગોસ્વામી વિરુદ્ધ કેસ તો રજીસ્ટર્ડ કર્યો હતો. આ ભરતીગીર પહેલા GSPCમાં ડ્રાઇવર હતા જેને બાદમાં પ્રમોશન આપી ક્લાસ ટૂ અધિકારી બનાવાયા હતા. જે બાદ તેમણે સ્વૈચ્છીક નિવૃત્તિ લીધી હતી.પીટિશનમાં કહેવામાં આવ્યું છે કે ભરતગીરી પાસે અંદાજે રુ.11.57 કરોડની સંપત્તિ છે. જ્યારે તેણે મોટાભાગનો સમય ડ્રાઇવર તરીકે નોકરી કરીને વિતાવ્યો હોવાથી તેની આવક સામે આ સંપત્તિ ઘણી મોટી અને વધારે છે. પીટિશનરે કોર્ટને કહ્યું કે, ‘આ બાબતે કેસ તો નોંધવામાં આવ્યો પણ પછી ACB એ કોઈ તપાસ આગળ વધારી નથી. તેમજ કેસ સેન્સેટિવ હોવાનું રટણ ચાલુ રાખી કેસની પ્રગતી અંગે પણ માહિતી આપવામાં આવતી નથી. જેનો સીધો મતલબ છે કે ACB પણ જાણે છે કે આ બેનામી સંપત્તિ રાજ્યના પૂર્વ ચીફ સેક્રેટરીની છે.’આ સાથે તેમણે કોર્ટને જણાવ્યું કે આ સંપત્તિ પૂર્વ ચીફ સેક્રેટરી જેવા મોટા અધિકારીની હોવાનું માનવા પાછળ તેમની પાસે કેટલાક કારણો પણ છે. ફોર્મર ચીફ સેક્રેટરીના ઇન્ફ્લુઅન્સના કારણે જ સમગ્ર કેસ ઠપ્પ થઈ ગયો છે અને ત્યાં સુધી કે તેનું સ્ટેટમેન્ટ પણ ACB દ્વારા રેકોર્ડ નથી કરવામાં આવ્યું. હાઈકોર્ટ આ કેસમાં આ સપ્તાહની અંદર સુનાવણી શરુ કરશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

છત્રાલમાં પટેલ વેપારીની હત્યા બાદ અંજાપા ભરી શાંતિ