Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

બિટકોઈનકાંડમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા હજુ પકડાતા નથી

બિટકોઈનકાંડમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા હજુ પકડાતા નથી
, શનિવાર, 23 જૂન 2018 (14:47 IST)
રાજ્યમાં સર્જાયેલા ચકચારી બીટકોઇન કાંડમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા અને તેમના સાગરીતોને પકડાયા નહીં હોવાથી ભોગેડું જાહેર કરવામાં આવ્યા છે ત્યારે હવે સીઆઇડી ક્રાઇમ સુરતના ધવલ માવાણીનું અપહરણ કરીને 155 કરોડનાં બિટકોઇન અને રોકડા પડાવી લેનાર શૈલેષ બાબુભાઈ ભટ્ટનો ગુનાઇત ભૂતકાળની માહિતી મેળવવા માટે સીઆઈડી ક્રાઈમે કાર્યવાહી હાથ ધરી છે. બનાવટી દસ્તાવેજોથી 1.40 કરોડ રૂપિયાની ઠગાઈ આચરનાર શૈલેષ ભટ્ટના કેસની વિગતો માટે તપાસનીશ અધિકારીએ ચીફ કોર્ટને પત્ર લખ્યો છે. જેમાં આરોપી શૈલેષ ભટ્ટ સામેના કેસ હાલ કઈ સ્થિતિમાં છે તેની માહિતી આપવા જણાવ્યું છે. બીજી તરફ ઠગાઈ કેસમાં આરોપીઓ હાજર નહીં રહેતા હોવાથી કોર્ટે તેને ડોરમેન્ટના કેસ કરી દેવામાં આવ્યો છે. સુરતના શૈલેષ ભટ્ટે પેરેમાઉન્ટ પ્રોજેક્ટ ઈન્ડિયા લિમિટેડ નામની બોગસ કંપની ઊભી કરી ખોટા સેલ્સટેક્સ નંબરો નાખી વડોદરામાં ઓફિસો ખોલીને મુંબઈના વેપારીઓ પાસેથી સ્ટેનલેસ સ્ટીલ તથા એસએસનો માલ મગાવીને બજારમાં સસ્તાભાવે વેચાણ કરીને ભાડાની ઓફિસો બંધ કરી દેતો હતો. મુંબઈના વેપારીઓના 1.40 કરોડ રૂપિયા નહીં આપતા સીઆઈડી ક્રાઈમમાં 6 નવેમ્બર 2003માં મુંબઈના વેપારી પ્રતાપજી સોલંકીએ ફરિયાદ કરી હતી. સીઆઈડી ક્રાઈમે શૈલેષ ભટ્ટની 6ઠ્ઠી ડિસેમ્બર 2004ના રોજ ધરપકડ કરી હતી. વડોદરામાં પેરેમાઉન્ટ પ્રોજેક્ટના પ્રોપરાઇટરમાં પી. વી. પટેલના નામે એચડીએફસી બૅંક અને ઇન્ડસઇન્ડ બૅંક વડોદરામાં શૈલેષ ભટ્ટે ખાતા ખોલાવ્યા હતા. ઉપરાંત સીતારામ કોર્પોેરેશનના નામે શૈલેષ ભટ્ટે ખાતું ખોલાવીને ઇન્કમટેક્સ નંબર મેળવીને સરકારી કચેરીમાં ઉપયોગ કરતો હતો. રામ સેલ્સ કોર્પોેરેશનના નામે બોગસ ખાતું ખોલાવીને સેલ્સટેક્સ નંબર મેળવ્યા હતા. સીઆઈડી ક્રાઈમે શૈલેષ ભટ્ટની 14 વર્ષ પહેલા ધરપકડ કરી ત્યારે શૈલેષ બાબુભાઈ ભટ્ટ ઉર્ફે એસ.બી. પટેલ ઉર્ફે પી.વી.પટેલ નામ ધારણ કર્યું હતું.બિટકોઈન કેસમાં શૈલેષ ભટ્ટે મુખ્ય સૂત્રધાર હોય નાસતો ફરતો છે. બીજી તરફ શૈલેષ ભટ્ટે ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી કરી છે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડોદરામાં સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કરનાર વિદ્યાર્થી વલસાડથી ઝડપાયો