Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

જિલ્લા પંચાયતની ચૂંટણીઃ અમદાવાદ-ભાવનગર જિલ્લા પંચાયતમાં ભાજપે બાજી મારી, જાણો ક્યાં શું થયું

જિલ્લા પંચાયતની ચૂંટણીઃ અમદાવાદ-ભાવનગર જિલ્લા પંચાયતમાં ભાજપે બાજી મારી, જાણો ક્યાં શું થયું
, બુધવાર, 20 જૂન 2018 (14:01 IST)
જિલ્લા પંચાયતોની યોજાયેલી ચૂંટણીઓમાં આજે હાઇવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. રાજ્યના મુખ્ય શહેરોમાંથી કોંગ્રેસે બે શહેરમાં સત્તા ગુમાવી દીધી છે. ભાજપે અમદાવાદ અને ભાવનગર જિલ્લા પંચાયત કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે. આ બંને શહેરમાં કોંગ્રેસને બળવાખોર ઉમેદવારો નડ્યાં હતાં. તો રાજકોટમાં કોંગ્રેસે સત્તા જાળવી રાખી છે. અહીં બળવાની પરિસ્થિતિ ઉભી થયા બાદ કોંગ્રેસના સભ્યોને અજ્ઞાતવાસમાં લઈ જવામાં આવ્યા હતા. બીજી તરફ દાહોદમાં પણ ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. અમદાવાદ જિલ્લા પંચાયત ભાજપે આંચકી લીધા બાદ મનુજી ઠાકોરે અલ્પેશ ઠાકોરના પિતા ખોડાજી ઠાકોર સામે ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ખોડાજી ઠાકોરે વિટો પાવરનો ઉપયોગ કરીને ચૂંટણીમા અડચણ ઉભી કરી હતી.  તેમના કારણે જ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની હાર થઈ છે.
અમદાવાદ
ભાજપનો ભગવો લહેરાયો
પ્રમુખઃ જીતેન્દ્રસિંહ ચૌહાણ
ઉપપ્રમુખઃ ભાવિબેન પટેલ
ગીર-સોમનાથ
ભાજપે સત્તા જાળવી રાખી
પ્રમુખઃ રયાબેન જાલોન્ધ્રા
ઉપપ્રમુખઃ બાબુભાઈ વાઘેલાની વરણી
2 અપક્ષના સમર્થનથી ભાજપે સત્તા જાળવી
બોટાદ
જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની જીત
પ્રમુખઃ વસંતભાઈ વાનાણી
ઉપપ્રમુખઃ હિંમતભાઈ કટારીયા
જામનગર
જિલ્લા પંચાયત કોંગ્રેસે જાળવી
પ્રમુખઃ નયનાબહેન માધાણી
ઉપપ્રમુખઃ વશરામ રાઠોડ
રાજકોટ
જિલ્લા કોંગ્રેસે જાળવી રાખી
પ્રમુખઃ અલ્પાબેન ખાટરિયા
ઉપપ્રમુખઃ સુભાષ માકડિયા
ભરૂચ
કોંગ્રેસ-બીટીપી સત્તા સાચવવામાં સફળ
કોંગ્રેસના બળવાખોર નેતા ઈન્દ્રસિંહ પરમારની હાર
પ્રમુખઃ જશુ પઢિયાર (કોંગ્રેસ)
ઉપપ્રમુખઃ અનિલ ભગત (બીટીપી)
સુરત
ભાજપે સત્તા જાળવી રાખી
પ્રમુખઃ પ્રીતિબેન પટેલ
ઉપપ્રમુખઃ હિતેન્દ્રસિંહ વાસીયા
મહેસાણા
કોંગ્રેસની જીત
પ્રમુખઃ શિલાબેન પટેલ
ઉપપ્રમુખઃ ધરમશીભાઈ દેસાઈ
અરવલ્લી
કોંગ્રેસની જીત
પ્રમુખઃ હંસાબેન પરમાર
ઉપપ્રમુખઃ ચીમનભાઈ કટારા
મોરબી
કોંગ્રેસે સત્તા જાળવી રાખી
પ્રમુખઃ કિશોરભાઈ ચીખલીયા
ઉપપ્રમુખઃ ગુલામભાઈ પરાસરા
દાહોદ
કોંગ્રેસ પાસેથી ભાજપે સત્તા આંચકી
પ્રમુખઃ યોગેશ પારઘી
ઉપપ્રમુખઃ ઈન્દિરા બેન ડામોર
અમરેલી
કોંગેસ સત્તા જાળવી રાખવામાં સફળ
પ્રમુખઃ રવજી વાઘેલા
ઉપપ્રમુખઃ હાર્દિક કાનાણી
જામનગર
જિલ્લા પંચાયત કોંગ્રેસે જાળવી
પ્રમુખઃ નયનાબહેન માધાણી
ઉપપ્રમુખઃ વશરામ રાઠોડ
પંચમહાલ
પ્રમુખઃ રાજપલસિંહ જાદવ
ઉપપ્રમુખઃ ગોપાલ પટેલ
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

૩૧ જિલ્લા અને ૨૦૦ તાલુકા પંચાયતોમાં હોદ્દેદારોની ચૂંટણી : ભાજપ-કોંગ્રેસ મરણિયા થયાં