Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગુજરાતમાં વાયુસેનાનું વધુ એક જગુઆર પ્લેન ર્દુઘટનાગ્રસ્ત થયું , અઠવાડિયામાં બીજો બનાવ

ગુજરાતમાં વાયુસેનાનું વધુ એક જગુઆર પ્લેન ર્દુઘટનાગ્રસ્ત થયું , અઠવાડિયામાં બીજો બનાવ
, શુક્રવાર, 8 જૂન 2018 (18:23 IST)
જામનગર નજીક વાયુસેનાનું વધુ એક જગુઆર પ્લેન ર્દુઘટનાગ્રસ્ત થયું છે. જોકે સદનસીબે પાયલોટનો આબાદ બચાવ થયો છે. ચાર દિવસમાં બીજુ વિમાન ર્દુઘટનાગ્રસ્ત થતાં આ ઘટનાની તપાસના આદેશ કરાયા છે.  ગુજરાતના જામનગર પાસે શુક્રવારે એરફોર્સનું વધુ એક જગુઆર પ્લેન ર્દુઘટનાગ્રસ્ત થતાં ફફડાટનો માહોલ પ્રસર્યો છે. વાયુસેનાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર જગુઆર પ્લેને સવારે સવા નવ કલાકના અરસામાં જામનગરથી રેગ્યુલર ઉડાન ભરી હતી. જોકે પ્લેનમાં ટેકનિકલ ક્ષતિ હોવાનું ધ્યાને આવતાં સમય બગાડ્યા વિના પાયલોટે પ્લેનમાંથી પેરાશૂટ સાથે છલાંગ લગાવી હતી. સદનસીબે પાયલોટનો બચાવ થયો છે. ગત મંગળવારે મુંદ્રા નજીક એરફોર્સનું એક જગુઆર પ્લેન ક્રેશ થયું હતું. જોકે આ ર્દુઘટનામાં પાયલોટ એર કમોડર સંજય ચૌહાણનું મોત નીપજ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બેનામી સંપત્તિઓની માહિતી આપનારને સરકાર ઈનામ આપવાની હતી, સુરતમાં આઈટી ઓફિસને 80 જેટલી અરજીઓ મળી