Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

વિધાનસભામાં છેલ્લા ૧૮ વર્ષમાં આ વખતે ગુજરાતનું બીજું સૌથી નાનું મંત્રીમંડળ રચાયું

વિધાનસભામાં છેલ્લા ૧૮ વર્ષમાં આ વખતે ગુજરાતનું બીજું સૌથી નાનું મંત્રીમંડળ રચાયું
, બુધવાર, 27 ડિસેમ્બર 2017 (13:14 IST)
ગુજરાત વિધાનસભાના નવા મંત્રીમંડળમાં કુલ ૨૦ મંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ, આ વખતે ૨૦૧૨ બાદ પ્રથમવાર ગુજરાતના મંત્રીમંડળનું કદ ૨૫થી ઘટયું છે. વિજય રૃપાણીની સૌપ્રથમ વખત મુખ્યમંત્રી તરીકે વરણી કરવામાં આવી ત્યારે તેમના મંત્રીમંડળનું કદ ૨૫નું હતું. ગુજરાતની સૌપ્રથમ ૧૯૬૨માં થઇ હતી. પરંતુ સરકારની રચના ૧૬૯૦માં જ કરી દેવામાં આવી હતી. પ્રથમ વિધાનસભામાં સર્વાનુમતે જીવરાજ મહેતાને મુખ્યમંત્રી તરીકે પસંદ કરાયા હતા. તેમના પ્રથમ પ્રધાનમંડળનું કદ માત્ર ૧૪ હતું. આ વખતના પ્રધાનમંડળમાં માત્ર ૧ મહિલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ સૌપ્રથમ પ્રધાનમંડળમાં બે મહિલાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ૧૯૯૪માં છબીલદાસ મહેતા મુખ્યમંત્રી હતા ત્યારે તેમનું મંત્રીમંડળ સૌથી મોટું હતું અને તેમાં ૪૫ મંત્રીઓ હતા. આ પછી ૧૯૯૫માં સુરેશ મહેતાના કાર્યકાળમાં ૪૧ મંત્રીઓ હતા. નરેન્દ્ર મોદી ૨૦૦૨માં પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમાં કુલ ૨૬ મંત્રીઓ હતા. 

ગુજરાતમાં કોના શાસનમાં કેટલું પ્રધાનમંડળ? 
૧૯૬૦ જીવરાજ મહેતા ૧૪ 
૧૯૬૨ જીવરાજ મહેતા ૧૭ 
૧૯૬૩ બળવંત મહેતા ૧૫ 
૧૯૬૫ હિતેન્દ્ર દેસાઇ ૧૪ 
૧૯૬૭ હિતેન્દ્ર દેસાઇ ૧૭ 
૧૯૭૧ હિતેન્દ્ર દેસાઇ ૨૭ 
૧૯૭૨ ઘનશ્યામ ઓઝા ૧૮ 
૧૯૭૩ ચીમનભાઇ પટેલ ૧૯ 
૧૯૭૫ બાબુભાઇ પટેલ ૨૦
૧૯૭૬ માધવસિંહ સોલંકી ૧૮ 
૧૯૭૭ બાબુભાઇ પટેલ ૨૩ 
૧૯૮૦ માધવસિંહ સોલંકી ૨૦ 
૧૯૮૫ અમરસિંહ ચૌધરી ૧૯ 
૧૯૮૯ માધવસિંહ સોલંકી ૩૦ 
૧૯૯૦ ચીમનભાઇ પટેલ ૨૫ 
૧૯૯૪ છબીલદાસ મહેતા ૪૫ 
૧૯૯૫ કેશુભાઇ પટેલ ૩૨ 
૧૯૯૫ સુરેશ મહેતા ૪૧ 
૧૯૯૬ શંકરસિંહ વાઘેલા ૩૯ 
૧૯૯૭ દિલીપ પરીખ ૩૦ 
૧૯૯૮ કેશુભાઇ પટેલ ૨૮ 
૧૯૯૯ કેશુભાઇ પટેલ ૩૮ 
૨૦૦૨ નરેન્દ્ર મોદી ૨૬ 
૨૦૦૭ નરેન્દ્ર મોદી ૨૭ 
૨૦૧૨ નરેન્દ્ર મોદી ૧૮ 
૨૦૧૪ આનંદીબહેન પટેલ ૨૪ 
૨૦૧૬ વિજય રૃપાણી ૨૫ 
૨૦૧૭ વિજય રૃપાણી ૨૦

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતના ૧૨ જિલ્લાના એકપણ ધારાસભ્યનેે મંત્રી મંડળમાં સ્થાન નહીં