Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

કચ્છના મહારાજાએ ખરીદી Mercedes Benz EQC 400 ઇલેક્ટ્રિક કાર, જાણો ખાસિયત

કચ્છના મહારાજાએ ખરીદી Mercedes Benz EQC 400 ઇલેક્ટ્રિક કાર, જાણો ખાસિયત
, શુક્રવાર, 23 જુલાઈ 2021 (10:10 IST)
સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ અને ક્લાયમેટ ચેંજના લીધે લોકો પરેશાન છે. લોકો પ્રકૃતિ તરફ વળ્યા છે અને જાગૃતતા જોવા મળી રહી છે. હવે લોકો પેટ્રોલ, ડીઝલ, સીએનજી નહી પણ ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા પ્રેરિત થઇ રહી છે. જેને સરકાર દ્વારા પણ બળ પુરૂ પાડવામાં આવી રહ્યું છે. ત્યારે આ સમયે કોઇ રાજા મહારાજા ઇલેક્ટ્રિક કાર ખરીદે તો એક ઉદાહરણ બની રહી છે. ત્યારે કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજાએ 1 કરોડની ઇલેક્ટ્રિક કાર ખરીદી છે.
webdunia
કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજાનો પર્યાવરણ પ્રેમ, પર્યાવરણની રક્ષા માટે પેટ્રોલ-ડીઝલથી ચાલતી કારના બદલે 1 કરોડની ઈલેક્ટ્રીક કાર તૈયાર કરાવી છે. કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજા જે ખૂબ પર્યાવરણ પ્રેમી હતા અને પર્યાવરણને જાળવી રાખવા તથા તેને બચાવવા માટે સતત પ્રયત્નશીલ રહેતા હતા. 
 
આજના આધુનિક યુગમાં ખૂબ પ્રદૂષણનો ફેલાવો થઈ રહ્યો છે જેને કારણે પર્યાવરણને ખૂબ નુકસાન પહોંચ્યું છે. જ્યારે મહારાવ પ્રાગમલજી ત્રીજા હયાત હતા ત્યારે વાહનથી થતા પ્રદૂષણને લઈને ખૂબ ચિંતિત હતા માટે તેમણે જર્મની સ્થિત મર્સિડીઝ બેન્ઝની કંપનીને ઇલેક્ટ્રોનિક કારનો ઓર્ડર આપ્યો હતો.આજે કચ્છી નવા વર્ષના દિવસે ભુજના રણજીત વિલાસ પેલેસ પર આવી પહોંચી હતી.
webdunia
મહારાવ પ્રાગમલજી ત્રીજા વિન્ટેજ કાર અને ઓટોમોબાઇલના ખૂબ શોખ છે. ત્યારે તેમણે પર્યાવરણને ધ્યાનમાં રાખીને મર્સિડીઝ બેન્ઝની EQC 400 ELECTRIC CAR ને જર્મની સ્થિત મર્સિડીઝ બેન્ઝ કંપનીને ઓર્ડર આપીને આ કાર તૈયાર કરાવી હતી. જે આજે તેમના રણજીત વિલા પેલેસ પર આવી પહોંચી હતી.
 
આ કાર ફુલ્લી ઓટોમેટિક કાર છે અને આ કારમાં ઘણા બધા આધુનિક ફિચર્સ પણ છે . ઉપરાંત પાવરફુલ એક ઇલેક્ટ્રિક મોટર પણ છે જે બીજી અન્ય ઇલેક્ટ્રોનિક કાર કરતા ખૂબ જ સારું છે.
 
Mercedes Benz EQC 400 એ મર્સિડીઝની સર્વપ્રથમ ફૂલ્લી ઓટોમેટિક ઇલેક્ટ્રિક કાર છે અને તેની કિંમત 1 કરોડથી પણ વધારે છે. આ કારમાં દરેક પેસેન્જર સીટમાં પર્સનલ મસાજનું ફિચર્સ પણ છે. જેમાં જુદા-જુદા મસાજ ગાડીમાં બેઠેલ વ્યક્તિને પર્સનલી આપી શકાય છે. ઉપરાંત આ કારમાં 7 એરબેગ છે જે સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ સારું કહી શકાય. આ ગાડી એક વખત ચાર્જ કર્યા પછી 450 કિલોમીટર ચાલે છે અને આ કારને ફૂલ ચાર્જ થતાં 7:30 કલાકનો સમય લાગે છે.
 
ઈલેક્ટ્રીક કારની અંદર 64 રંગની ઇન્ટેરિયર લાઇટિંગ સેટ કરી શકાય છે. આ કાર ફૂલી ઓટોમેટિક છે જેમાં 10.25 ઇંચની ડિજિટલ ટચસ્ક્રિન પણ છે. આ કાર વોઇસ આસિસ્ટન્ટ, સનરૂફ તથા થ્રી ઝોન ક્લાયમેટ કંટ્રોલ જેવા અનેક આધુનિક ફીચર્સથી સજ્જ છે.
 
Mercedes Benzની આ EQC 400 ઇલેક્ટ્રિક કાર ભારતમાં ચોથી અને ગુજરાત તથા કચ્છમાં પ્રથમ કાર છે. આમ તો રાજાશાહી સમયથી જ Mercedes Benz જેવી લક્સઝ્યુરિયસ કાર બ્રાંડ રાજા રજવાડાઓની હમેંશા પ્રથમ પસંદગી રહી છે.
 
કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજાની ઈચ્છા હતી કે તેઓ આવી ઇલેક્ટ્રોનિક કાર ખરીદે માટે તેમણે આ કારનો ઓર્ડર આપ્યો હતો. મહારાવ સાહેબ પર્યાવરણ અને ઓટોમોબાઇલના પ્રેમી હતા ત્યારે તેમણે મર્સિડીઝ બેન્ઝની કાર ઈમ્પોર્ટ કરી હતી. આ કાર ફુલ્લી ઓટોમેટિક છે અને જર્મનીમાં બની છે, જેમાં વિવિધ જાતના આધુનિક ફિચર્સ પણ છે.
 
મહારાવના વારસદાર મ્યુરધ્વજ સિંહે જણાવ્યું હતું કે મહારાવ વિન્ટેજ કાર અને પર્યાવરણ પ્રેમ એ બને તેમના શોખ હતા
. નાનપણથી હું જોતો આવ્યો છું મહારાવને વિન્ટેજ કારનો ઘણો શોખ હતો અને તેઓ મને અવારનવાર જુદી જુદી કારના હોસ પાવર સ્ટેરિંગ વ્હીલ જેવા જુદા જુદા ફીચર અંગે જણાવતા હતા મહારાવે ઇલેક્ટ્રિક કાર લઈને પ્રજાજનોને પર્યાવરણને જાળવી રાખવા માટેનું એક સ્ટેટમેન્ટ પૂરું પાડ્યું છે કે પર્યાવરણને જાળવવા આપણી પરિવર્તન લાવવું પડશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તો હવે ખત્મ થઈ જશે પંજાબમાં ક્લેશ! નવજોત સિંહ સિદ્દૂની તાજપોશી આજે, કેપ્ટનને પણ કપ્તાની મંજૂર