Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં પોલીસ કસ્ટડીમાં દેશમાં સૌથી વધુ મોત સાથે ગુજરાત નંબર 1 પર

Webdunia
સોમવાર, 6 ડિસેમ્બર 2021 (12:33 IST)
દેશમાં ચાલુ વર્ષે 2020-21માં પોલીસ કસ્ટડીમાં મોત પામનારાની સંખ્યામાં ગુજરાત પ્રથમ ક્રમે છે, ગુજરાતમાં સૌથી વધુ 17 આરોપીના પોલીસ કસ્ટડીમાં મોત થયાં છે. છેલ્લા ત્રણ વર્ષ 2018-19,2019-20 અને 2020-21 ગુજરાતમાં અનુક્રમે 13,12 અને ચાલુ વર્ષે 17 લોકો મળીને 42 લોકોના પોલીસ કસ્ટડીમાં મોત થયા છે.
 
બીજા ક્રમે મહારાષ્ટ્રમાં 13 આરોપીના મોત થયા છે. ઉત્તર પ્રદેશ, પિૃમ બંગાળ અને મધ્ય પ્રદેશમાં 8-8 આરોપીના પોલીસ કસ્ટડીમાં મોત થયાં છે. એ જ રીતે ઝારખંડ અને કર્ણાટકમાં પોલીસ કસ્ટડીમાં 5-5, ઓડિસામાં ચાર આરોપીનાં મોત થયાં છે. આંધ્રપ્રદેશમાં 3, બિહારમાં 3, અરુણાચલ પ્રદેશમાં 1, આસામમાં 1, હરિયાણામાં 3, જમ્મુ અને કાશ્મીરમાં 2, કેરળમાં 1, મેઘાલયમાં 2, પંજાબમાં 2, રાજસ્થાનમાં 3, તામિલનાડુમાં 2, દિલ્હીમાં 4, છત્તીસગઢમાં 3, ઉત્તરાખંડમાં 1 અને તેલંગાણામાં કસ્ટડીમાં એક આરોપીનું મોત થયું છે.
 
કેન્દ્રએ આપેલા આંકડા અનુસાર છેલ્લા ત્રણ વર્ષ, 2018-19માં દેશમાં કુલ 136 લોકોના પોલીસ કસ્ટડીમાં મોત થયા હતા. જેમાં પ્રથમ ક્રમે ગુજરાતમાં સૌથી વધુ 13, બીજા ક્રમે મધ્ય પ્રદેશ 12, ઉત્તરપ્રદેશ 12, મહારાષ્ટ્ર 11, તમિલનાડુ 11, દિલ્હી 8, રાજસ્થાન 8, કર્ણાટક 7, અને આસામ, બિહાર, પંજાબ, આંધ્ર, પશ્ચિમ બંગાળમાં 5-5 લોકોના પોલીસ કસ્ટડીમાં મોત થયા હતા. જ્યારે અન્ય રાજ્યોમાં એકથી માંડીને ચાર આરોપીના મોત નિપજ્યા હતા.
 
વર્ષ 2019-20માં દેશમાં કુલ 112 લોકોના પોલીસ કસ્ટડીમાં મોત નિપજ્યા હતા. જેમાં સૌથી વધુ મધ્ય પ્રદેશમાં 14, ગુજરાત-તામિલનાડુમાં 12, દિલ્હીમાં 9, પશ્ચિમ બંગાળમાં 7, ઓરિસ્સામાં 6, પંજાબમાં 6, બિહારમાં 5, અને અન્ય રાજયોમાં એકથી માંડીને ચાર વ્યકિતઓ પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામી હતી.
 
વર્ષ 2020-21માં દેશમાં 100 લોકો પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામ્યા હતા. જેમાં સૌથી વધુ ગુજરાતમાં 17, બીજા ક્રમે મહારાષ્ટ્રમાં 13, ત્યારબાદ મધ્યપ્રદેશમાં 8, ઉત્તરપ્રદેશમાં 8, પશ્ચિમ બંગાળમાં 8. કર્ણાટકમાં 5, ઝારખંડમાં 5 અને બાકીના રાજ્યોમાં એકથી માંડીને ચાર વ્યક્તિના મોત થયા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમદાવાદ સહિત અનેક શહેરોનું તાપમાન 20 ડિગ્રીથી નીચે ઉતરી ગયું છે

એમ્બ્યુલન્સ સગર્ભા મહિલાને લઈ જઈ રહી હતી, અચાનક આગ લાગી અને કાર ઉડી ગઈ

Coldplay concert- કોલ્ડ પ્લેનો સૌથી મોટો શો અમદાવાદમાં

વાવ પેટાચૂંટણીમાં 70.5 ટકા મતદાન, ભાજપ, કૉંગ્રેસ કે અપક્ષ બાજી મારશે?

જમ્મુ-કાશ્મીરમાં બાળકોને પિકનિક પર લઈ જવા પર પ્રતિબંધ

આગળનો લેખ
Show comments