Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગુજરાતમાં વધતી કાળઝાળ ગરમી, વાવાઝોડા, પૂર અને દુકાળ પાછળ જંગલોના વિનાશ, જમીન અને જળ પર અતિક્રમણ જવાબદાર

સીઈઈડબ્લ્યુ નું ગંભીર વિસલેષણ

ગુજરાતમાં વધતી કાળઝાળ ગરમી, વાવાઝોડા, પૂર અને દુકાળ પાછળ જંગલોના વિનાશ, જમીન અને જળ પર અતિક્રમણ જવાબદાર
, શુક્રવાર, 28 મે 2021 (13:25 IST)
ગુજરાતમાં વધતી જતી આકરી ગરમી અને કુદરતી આપતિ માટે જંગલોના વિનાશ અને જમીન અને જળસંચય પર અતિક્રમણ જવાબદાર છે, આના કારણે છેલ્લા 50 વર્ષમાં વાવાઝોડા, દુકાળ અને પૂરની ઘટનામાં4 ગણો વધારો થયો છે.છેલ્લા બે દાયકા દરમિયાન અરબી સમુદ્રની સપાટીનું તાપમાન 1.4 ડિગ્રી સેલ્સિયશ જેટલું વધ્યું છે. જેના કારણે પશ્ચિમી કિનારે વાવાઝોડાની ઘટનામાં વધારો થયો છે અને 2018 પછી દર વર્ષે વાવાઝોડું આવી રહ્યું છે.
 
રાજ્યમાં છેલ્લાં કેટલાંક દિવસોથી તાપમાનમાં વધારો થવાની સાથે લોકોને કાળઝાળ ગરમી સહન કરવી પડી રહી છે તાજેતરમાં રાજ્યમાં તાઉતે ચક્રવાતના કારણે ભારે તારાજી સર્જાઈ છે. તેની સાથે જ રાજ્યમાં ક્યારેક દુકાળ તો ક્યારેક પૂરની સ્થિતિ સર્જાય છે.આ તમામ ઘટના પાછળ વાતાવરણમાં થતા માઈક્રોક્લેમેટિક ફેરફારોની સાથે જંગલોનો વિનાશ તેમજ જમીન અને જળસંચય પર અતિક્રમણ જવાબદાર છે. 
 
   કાઉન્સિલ ઓફ એનર્જી એન્વાયરમેન્ટ એન્ડ વોટર (સીઈઈડબ્લ્યુ)એ જાહેર કરાયેલા વિશ્લેષણ મુજબ રાજ્યમાં છેલ્લા 50 વર્ષમાં ચક્રવાતની ઘટનામાં 3 ગણો વધારો થવાની સાથે દુકાળની ઘટનામાં 9 ગણો જ્યારે પૂરની ઘટનામાં 4 ગણો વધારો નોંધાયો છે.સીઈઈડબ્લ્યુએ બહાર પાડેલી માહિતી મુજબ અમરેલી, ગીરસોમનાથ, જૂનાગઢ અને પોરબંદર જેવા સૌરાષ્ટ્રના જિલ્લાઓ તીવ્ર વાવાઝોડાની અસર હેઠળ આવે છે. છેલ્લા બે દાયકા દરમિયાન અરબી સમુદ્રની સપાટીનું તાપમાન 1.4 ડિગ્રી સેલ્સિયશ જેટલું વધ્યું છે. જેના કારણે પશ્ચિમી કિનારે વાવાઝોડાની ઘટનામાં વધારો થયો છે અને 2018 પછી દર વર્ષે વાવાઝોડું આવી રહ્યું છે. વધુમાં વાવાઝોડા ઉપરાંત ગુજરાતમાં ઉનાળા દરમિયાન આકરી ગરમીનો અનુભવ થાય છે. 1970 પછી અમદાવાદ, ભરૂચ, જામનગર, ખેડા, રાજકોટ, સુરેન્દ્રનગર અને વડોદરા સહિત અન્ય જિલ્લાઓમાં દુકાળની ઘટનામાં 9 ગણો વધો થયો છે. તેની સામે ચોમાસા દરમિયાન પૂરની ઘટનાઓમાં પણ ચારગણો વધારો થયો છે. રાજ્યમાં ઘણીવાર કેટલાક જિલ્લાઓમાં દુકાળ હોય છે ત્યારે કેટલાકમાં પૂર આવ્યું હોય છે. આ અનિશ્ચિતતાના કારણે રાજ્યના અર્થતંત્રને અસર પહોંચે છે./

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હવે સમય પહેલા 31 મેના રોજ જ કેરલમાં આવી શકે છે મૉનસૂન - હવામાન વિભાગ