Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Gujarat Live news- અમદાવાદમાં બુલેટ ટ્રેનના નિર્માણ કાર્ય દરમિયાન સર્જાયો મોટો અકસ્માત, 2 લોકો ઘાયલ

Ahmedabad-Mumbai bullet train project
, સોમવાર, 24 માર્ચ 2025 (08:08 IST)
અમદાવાદમાં બુલેટ ટ્રેનના કામ દરમિયાન ક્રેન તુટી પડતાં ખટના બની હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ મદદ માટે દોડી આવ્યું હતું. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ બે લોકોને નાની-મોટી ઈજા થઈ હતી.

અમદાવાદમાં વટવામાં બુલેટ ટ્રેનના કામકાજ દરમિયાન ક્રેન તૂટી પડવાથી બની હતી

08:29 AM, 24th Mar
Ahmedabad-Mumbai bullet train project

IPL 2025 Ahmedabad Narendra Modi stadium-  અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તારીખ 25 માર્ચ 2025, 29 માર્ચ 2025, 9 એપ્રિલ 2025, 2 મે 2025 અને 14 મે 2025ના રોજ યોજાનારી આગામી આઇપીએલ 2025ની ડે-નાઇટ મેચોને લઇને જીએમઆરસીએ અમદાવાદ મેટ્રો ટ્રેન સેવા સવારના છ વાગ્યાથી રાત્રિના 12.30 વાગ્યા સુધીનો કરવાનો નિર્ણય લીધો છે.


08:11 AM, 24th Mar
Ahmedabad-Mumbai bullet train project


ગુજરાતમાં ધીમે ધીમે ઉનાળો તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 38 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. હવામાન વિભાગે રાજકોટ અને ભુજ જેવા શહેરોમાં હીટવેવની ચેતવણી પણ આપી હતી.

તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો
 
હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગઈ કાલે રાજ્યમાં હવામાન સૂકું રહ્યું હતું. જોકે, કચ્છના કેટલાક વિસ્તારોમાં દિવસના તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો હતો. તે જ સમયે, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. બાકીના વિસ્તારોના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. હવામાન વિભાગે જણાવ્યું કે આજે રાજ્યમાં ઉત્તરથી ઉત્તર-પૂર્વ દિશામાં પવન ફૂંકાઈ રહ્યો છે. IMD અનુસાર, આગામી 4 દિવસ દરમિયાન તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. આ પછી સમગ્ર રાજ્યના તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. આ પછી આગામી 3 દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતની વિસાવદર સીટ પર AAP એ જાહેર કર્યો પોતાનો ઉમેદવાર, પેટાચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાને આપી તક