Webdunia - Bharat's app for daily news and videos

Install App

વેક્સિનેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર, ૨ કરોડ ૪૮ લાખ પ૬ હજાર લોકોને પ્રથમ ડોઝ અપાઇ ગયો

Webdunia
શુક્રવાર, 30 જુલાઈ 2021 (10:16 IST)
કોરોના મહામારી સામે રક્ષણાત્મક ઉપાય એવી કોરોના વેકસીનેશનની રાજ્યવ્યાપી સઘન કામગીરી અન્વયે તા. ૨૯મી જુલાઇ-ર૦ર૧ સુધીમાં રાજ્યમાં ૫૦ ટકા લોકોને વેકસીનના પ્રથમ ડોઝથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. પર મિલિયન વેક્સિનેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે.
 
ગુજરાતમાં ૧૮ વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ ૪,૯૩,૨૦,૯૦૩ લોકોમાંથી ૫૦ ટકા એટલે કે ૨ કરોડ ૪૮ લાખ ૫૬ હજાર ૮૪૨ લોકોને અત્યાર સુધીમાં કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે. એટલું જ નહિ, ૭૭ લાખ ૫૭ હજાર ૬૧૯ લોકોને બીજો ડોઝ આપવામાં આવેલો છે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કોરોના વેકસીનેશનની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા દરમ્યાન આ વિગતો આપવામાં આવી હતી. 
 
મુખ્યમંત્રીએ રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ માટે હાથ ધરાઇ રહેલી સઘન વેકસીનેશન ઝૂંબેશમાં સક્રિયતાથી કર્તવ્યરત રહીને આ સિદ્ધિ મેળવવા માટે આરોગ્ય તંત્રના સૌ કર્મીઓને અભિનંદન પાઠવ્યા છે. સમગ્રતયા રાજ્યમાં તા. ૨૯મી જૂલાઇના દિવસે ૪ લાખ ૩૯ હજાર ૦૪૫ લોકોને કોરોના રસીથી સાંકળી લેવામાં આવ્યા છે.
 
આમ, મુખ્યમંત્રી વિજય રૂપાણીના દિશાદર્શનમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના સૌ કર્મીઓએ કોરોના વેકસીનેશન આપવા માટે આદરેલી ઝૂંબેશના પરિણામે તા. ૨૯મી જુલાઇ સુધીમાં 3 કરોડ ૨૬ લાખ ૧૪ હજાર ૪૬૧ ડોઝ આપવામાં આવ્યાં છે.
 
ગુજરાતમાં તા.૨૯મી જુલાઇ સુધીમાં જે ૨ કરોડ ૪૮ લાખ ૫૬ હજાર ૮૪૨ લોકોને પ્રથમ ડોઝ અપાયો છે તેમાં ૧૯,૬૬,૫૦૬ હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર, ૪પથી વધુ વયના ૧,૨૦,૭૧,૯૦૨ તેમજ ૧૮ થી ૪૪ વયજૂથના ૧,૦૮,૧૮,૪૩૪ લોકોનો સમાવેશ થાય છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments