ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ગુજરાત સરકારના મુખ્ય સચિવ પંકજ કુમાર કોરોના વાઇરસની ઝપેટમાં આવ્યા છે.
ગુજરાતમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શનિવારે ગુજરાતમાં કોરોના વાઇરસના 154 નવા કેસ નોંધાયા હતા. જે છેલ્લા 102 દિવસમાં સૌથી વધારે છે.
ગુજરાતમાં ગત સોમવારે ઍૅક્ટિવ કેસની સંખ્યા 206 હતી જે શનિવારે વધીને 398એ પહોંચી હતી. શનિવારે જે 154 કેસ નોંધાયા છે, તેમાંથી 80 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે.
ગુજરાતમાં એક અઠવાડિયામાં ઍક્ટિવ કેસની સંખ્યામાં બે ગણો વધારો જોવા મળ્યો છે. વડોદરા શહેરમાં 12, સુરત શહેરમાં 12, ગાંધીનગરમાં 5 અને રાજકોટ શહેરમાં 4 કેસ નોંધાયા છે. વડોદરા ગ્રામિણમાં 11 કેસ પણ નોંધાયા છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં 5.4 કરોડ લોકોને કોરોના વાઇરસનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 5.29 કરોડ લોકોએ બંને ડોઝ લીધા છે.