Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત કોરોના બુલેટીન: 24 કલાકમાં નોંધાયા 34 કેસ, આજેપણ એકપણ દર્દીનું મોત નહી

Webdunia
ગુરુવાર, 22 જુલાઈ 2021 (20:56 IST)
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 34 કેસ નોંધાયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
 
ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 34 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 53 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,14,162 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 98.73 ટકાએ પહોંચ્યો હતો. 
 
રાજ્યમાં કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ રાજ્યમાં કુલ 370 કોરોનાના કુલ એક્ટિવ કેસ છે. 5 લોકો વેન્ટિલેટર પર છે. 365 લોકો સ્ટેબલ છે. 8,14,162 લોકોને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. આજે રાજ્યમાં એકપણ દર્દીનું મોત નિપજ્યું નથી. 10,076 લોકોનાં કુલ મોત નિપજ્યાં છે.
 
ઉલ્લેખનીય છે કે, વેક્સીનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. આજે એક જ દિવસમાં 5,08,576 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મુંબઈઃ અંધેરી લોખંડવાલા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, રાહત કાર્ય ચાલુ

2 વર્ષની માસૂમ બાળકી બોરવેલમાં ફસાઈ, બચાવ કામગીરી બે વખત નિષ્ફળ

સોનાના ભાવમાં ધરખમ ઘટાડો, ચાંદી પણ લપસી, તમારા શહેરના નવા ભાવ તરત જ ચેક કરો

મોદી કેમ ઈચ્છે છે વન નેશન-વન ઇલેક્શન ? આ કેવી રીતે કામ કરશે? શું હશે તેની રૂપરેખા, જાણો તેના ફાયદા અને નુકશાન

ગુજરાતને મળી 20 નવી વોલ્વો બસ, એરક્રાફટ, સબમરીન જેવી સુવિધાઓ મળશે

આગળનો લેખ
Show comments