ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે ૧૫મીથી રાજ્યમાં ધો.૧૦ અને ૧૨ની બોર્ડ લેવામા આવનાર છે.આ વર્ષે ધો.૧૦ અને ૧૨ના ૧૭.૫૯ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.જેમાં ૧૭૮ જેટલા કેદીઓ પણ છે જેઓ જેલમાંથી પરીક્ષા આપશે.રાજ્યના ૧૫૦૭ કેન્દ્રોના ૬૦,૨૨૯ બ્લોકમાં પરીક્ષા લેવાશે.મહત્વનું છે કે આ વર્ષે લેવાનાર બોર્ડ પરીક્ષામાં ધો.૧૧-૧૨ સાયન્સની સેમેસ્ટર સીસ્ટમમાં અંતિમવારની જાહેર સેમેસ્ટર પરીક્ષા છે. આ વર્ષે લેવાનારી ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષામાં ધો.૧૦માં રાજ્યમાં ૧૧.૦૨,૬૨૫ વિદ્યાર્થીઓ નોંધાયા છે.ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૫.૧૪,૯૬૫ વિદ્યાર્થીઓ નોંધાયા છે.જ્યારે ધો.૧૧-૧૨ સાયન્સ ચોથા સેમેસ્ટરમાં ૧,૪૧,૫૦૩ વિદ્યાર્થીઓ નોંધાયા છે.
આ વર્ષે ગત વર્ષ કરતા ધો.૧૦ અને ૧૨માં ૩૦ હજર જેટલા વિદ્યાર્થીઓ વધુ નોંધાયા છે.આ વર્ષે રાજ્યના તમામ જીલ્લાના ૧૫૦૭ કેન્દ્રોના ૬૦,૨૨૯ બ્લોકમાં પરીક્ષા લેવાશે.બોર્ડ દ્વારા આ વર્ષે ૪૨૦ જેટલા કેન્દ્રો સંવેદનશીલ અને અતિસંવેદનશીલ તરીેક નક્કી કરાયા છે.જો કે બોર્ડના દાવા પ્રમાણે તમામ તમામ ૧૦૦ ટકા કેન્દ્રોમાં સીસીટીવી છે અને ટેબ્લેટ મુકવામા આવ્યા છે.આ ઉપરાંત આ વર્ષે સાયન્સના કેટલાક કેન્દ્રોમાં લાઈવ વેબકાસ્ટિંગ પણ કરવામા આવશે. આ વર્ષે સરકારના આદેશ પ્રમાણે સંવેદનશિલ કેન્દ્રો અને ખાસ કરીને સાયન્સના કેન્દ્રો પર વર્ગ ૧ અને ૨ના અધિકારીઓને ઓબ્ઝર્વર તરીકે મુકાશે તેમજ દરેક જીલ્લા કલેકટર હેઠળ પરીક્ષા સમિતિ મોનટરિંગ કરશે.જે તે ડીઈઓ દ્વારા પોતાની સ્કવોડ ટીમ ઉપરાંત બોર્ડ દ્વારા પણ ખાસ સ્કવોડ ટીમ જીલ્લાઓમાં મોકલાશે.આ વર્ષે કેટલાક કેન્દ્રો રદ કરાયા છે અને કેટલાક નવા ઉમેરવામા આવ્યા છે. ગત વર્ષની જેમ આ વર્ષે કેદીઓ પરીક્ષા આપી રહ્યા છે.ધો.૧૦માં ૧૪૩ અને ધો.૧૨ સા.પ્રાવહમાં ૩૫ જેટલા કેદીઓ પરીક્ષા આપશે અને જેઓ ેજેલમાંથી જ પરીક્ષા આપે તેવી વ્યવસ્થા કરાઈ છે. ઉપરાંત આ વર્ષે પણ પ્રાઈવેટ અને એક્સટર્નલ વિદ્યાર્થીઓ માટે અલગથી પરીક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે.આવતીકાલે સવારે ૧૦ વાગે બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થતા દરેક કેન્દ્રો પર વિદ્યાર્થીઓનું ગોળ ધાણા ખવડાવી અને ફુલ આપી સ્વાગત કરાશે.બોર્ડના આદેશ પ્રમાણે દરેક પરીક્ષા કેન્દ્ર પર એક ખાસ પશ્ચ્યાતાપ પેટી મુકાશે.જેમાં કોઈ પણ વિદ્યાર્થી ચોરી કર્યા બાદ જો તેને લાગે કે તેણે ભૂલ કરી છે અને તે કાપલી લઈને આવ્યો હશે તો તે કાપલી સાથે તેની નોંધ આ પશ્ચાતાપ પેટીમા નાખી દેશે. આ ઉપરાંત કોઈ પણ અધિકારી કે કર્મચારી પણ પોતાને થયેલ પશ્ચ્યાતાપ એટલે કે પસ્તાવા માટે આ પેટીમાં કાગળ નાખી શકશે.
CCTV રેકોર્ડનો ડેઈલી રિપોર્ટ બોર્ડને મોકલવા સાથેના તકેદારીના પગલાં
-પરીક્ષા કેન્દ્રોની આસપાસ ઝેરોક્ષની દુકાનો પરીક્ષા સમય દરમિયાન બંધ રખાશે
-પરીક્ષા દરમિયાન સીસીટીવી કેમેરાની સીડી દરરોજ જોવાય તે માટે જીલ્લાવાર ખાસ ટુકડીની રચના કરાઈ અને તેનો અહેવાલ દરેક જીલ્લામાંથી બોર્ડને મોકલાશે.
-પરીક્ષા કેન્દ્રની આસપાસ લાઉડ સ્પીકર પર
-પરીક્ષા કેન્દ્રો પર મોબાઈલ અને ડિઝિટલ ગેજેટ્સ પર પ્રતિબંધ
-પરીક્ષા કાર્ય સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓ ખાસ આઈકાર્ડ સાથે
-ખંડ નીરિક્ષકોની ફાળવણી સરકારી પ્રતિનિધિની હાજરીમાં ડ્રો દ્વારા નક્કી કરાયા
-જે તે વિષયના વિષય શક્ષિકો પરીક્ષા સમયે સુપરવિઝનમાં નહી રહે
-પરીક્ષા કેન્દ્ર પર મુલાકાત રજિસ્ટર નિભાવવામા આવશે.
-વિદ્યાર્થીઓના બુટ,ચપ્પલ મોજા બ્લોક બહાર રાખવામા આવશે
-તમામ પરીક્ષા કેન્દ્રો પર સરકારી પ્રધિનિધિની નિમણૂંક