આદિવાસી ગોરવ યાત્રામાં આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમનું ભાષણ શરૂ કરતાની સાથે કેટલાક લોકોએ બહાર જવાનું શરૂ કરતા કાર્યકરોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. કાર્યક્રમ સુપેરે પાળ પડે તે માટે ભાજપના કાર્યકર્તા સભા મંડપ છોડી જતા લોકોને મંડપ ન છોડી પુનઃ પોતાની જગ્યા એ બેસી જવા અટકાવતા અને વિનંતી કરતા નજરે પડ્યા હતા. રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ યાત્રાધામ ઉનાઈથી આદિવાસી વિકાસ ગૌરવયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે બાઈક રેલી સાથે ગૌરવયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. એ પછી યોજાયેલી સભામાં વનબંધુઓના વિકાસની વાતો પર ભાર મુક્યો હતો. યાત્રાધામ ઉનાઈ ખાતે આદિવાસી વિકાસ ગૌરવયાત્રામાં આજે પધારેલા રાજ્યના મુખ્યમંત્રી તથા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત ભાજપ સંગઠનના આગેવાનોએ આવેલા ઉનાઈ માતાજીના દર્શન કરી વિકાસ યાત્રા માટે આશીર્વાદ મેળવ્યા હતા. ઉનાઈ ખાતે વનબંધુઓની વિશાળ જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે વનબંધુઓની સર્વામુખી વિકાસ માટે રાજ્ય સરકાર પેસા એકટનો અમલીકરણનો પ્રારંભ કર્યો છે. વર્ષો સુધી કોંગ્રેસ આદિવાસી,દલિતોના નામે મત મેળવીને રાજકારણ ખેલ્યું છે ત્યારે વનબંધુના વિકાસ માટે સરકારે કરેલા નિર્ણયો કરી પેસા એકટમાં ગામની સુરક્ષા સાથે ગરીબ આદિવાસી વ્યાજના બોજમાંથી મુક્ત થવા માટે આ સત્તા ગ્રામસભાને સોંપવામાં આવી છે.