ગુજરાત એટીએસએ અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર એક ટેલીફોન બૂથમાં બોમ્બ પ્લાન્ટ કરવાના કેસમાં વોન્ટેડ મોહસિન નામના એક આતંકવાદીને ઝડપી પાડ્યો છે. આરોપી 2006 થી ફરાર હતો અને પૂણેમાં છુપાયેલો હતો.
લશ્કર-એ-તૈયબા આતંકવાદી સંગઠન 2006 માં કાલુપુર રેલવે સ્ટેશન પર ટેલીફોન બૂથ બ્લાસ્ટ મામલે વોન્ટેડ આરોપીઓની મદદ કરી રહ્યો હતો. એટીએસનું એ પણ માનવું છે કે પકડાયેલા મોહસિનનું ફ્રન્ટલાઇન સાથે કનેક્શન છે. તેના માટે એટીએસ હવે મોહસિનને રિમાંડને લઇને પૂછપરછ કરશે.
વિસ્ફોટ મામલે એક આરોપીને તાજેતરમાં જ પશ્વિમ બંગાળથી પકડ્યો હતો. આ આતંકવાદી બાંગ્લાદેશમાં થોડી મદદ મળી હતી. અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર ફેબ્રુઆરી 2006 માં થયેલા વિસ્ફોટમાં સામેલ આરોપી અબ્દુલ રજાક ગાજીને પશ્વિમ બંગાળથી ગુજરાત એટીએસની એક ટીમે પકડ્યો હતો. આરોપીએ બાંગ્લાદેશ બોર્ડર પરથી પાકિસ્તાન ભાગવા માટે આતંકવાદીઓની મદદ કરી અને તેમને શરણ આપી.
સિમી અને લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓએ ગોધરા હત્યાકાંડનો બદલો લેવા માટે પાકિસ્તાનના આઇએસઆઇના ઇશારે 19 ફેબ્રુઆરી 2006 ના રોજ કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 2-3 વચ્ચે એસટીડી પીસીઓમાં બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. જેમાં ઘણા લોકોને ઇજા પહોંચી હતી.